કોંગ્રેસને ફરી ઉભી કરવા પક્ષ છોડી ગયેલાને પાછા ફરવા પવારની અપીલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 July 2019

કોંગ્રેસને ફરી ઉભી કરવા પક્ષ છોડી ગયેલાને પાછા ફરવા પવારની અપીલ


મુંબઈ, તા.1 જુલાઈ 2019, સોમવાર

કોંગ્રેસના ભાગલા પડવાને ૫૦ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારએ આજે મોટું મંતવ્ય કરીને રાજકીય વર્તુળમાં ધમાકો કર્યો છે. આજે દેશમાં કોંગ્રેસ પાર્ટી ટકવી જોઈએ, એ દેશની જરૂર છે, ગરજ છે. કોંગ્રેસને ફરીથી સારી રીતે, સાચા અર્થે ઉભી કરવી હશે તો કોંગ્રેસ છોડી ગયેલા બધા નેતાઓએ એકત્ર આવવું એવી ચર્ચા દિલ્હીમાં વારંવાર થતી હોવાનું શરદ પવારએ ઉમેર્યું.

અલબત્ત, હાલમાં તો પણ એકત્ર આવવાનો માર્ગ દેખાતો ના હોવાનું કહીને શરદ પવારએ પોતાની ભૂમિકા અસંમજસમાં હોવાનું બનાવી દીધું છે. શરદ પવારના મંતવ્યથી ફરીમાં એકવાર કોંગ્રેસ અને એનસીપી બન્ને પાર્ટીના વિષયની ચર્ચાએ જોર પકડયો હોવાનું દેખાઈ આવે છે.

કોંગ્રેસ છોડી ગયેલા તમામ નેતાઓએ એકત્ર આવવાની જરૂરી હોવાનું મંતવ્ય કર્યા બાદ તેમણે પોતે કોંગ્રેસમાં પોતાની પાર્ટીનું  નિર્ણય કરશે કે? આ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. શરદ પવારએ એક ઈન્ટરવ્યૂમાં બધા કોંગ્રેસ છોડી ગયેલા લોકો એકત્ર આવવાનો માર્ગ હોવાનું કહેતા કહેતા જ હાલ મને માર્ગ દેખાતો ના હોવાનું કહીને પવારે સંદિગ્ધતા કાયમ રાખી છે. ગાંધી પરિવાર આ કોંગ્રેસ સિમેન્ટ છે એ પાર્ટીને એકત્ર રાખી શકે છે એવું હશે તો પણ ગાંધી પરિવાર  એટલે જ કોંગ્રેસ પાર્ટી એવું સમજવાની ભૂલ કરશો નહીં, એવું મંતવ્ય પણ શરદ પવારએ કર્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J6zTW9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages