
મુંબઈ,તા.1 જુલાઈ 2019, સોમવાર
મુંબઈ સહિત રાજ્યભરમાં આજે મૂશળધાર વરસાદ પડયો હતો. ત્યારે સોલાપૂરમાં આજે બપોરે વીજળી ત્રાટકતા ત્રણ જણને કાળભરખી ગયો હતો. આ ઘટનામાં બે ખેડૂતને ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોલાપૂરમાં મંદ્રુપથી ટાકળી રસ્તા પર દરેપ્પા મ્હેત્રેના ખેતરમાં આ બનાવ બન્યો હતો.
અહીં આજે બપોરે ધોધમાર વરસાદ હતો. આથી વરસાદથી બચવા પંતૂસિંહ રજપૂત (ઉ.વ.૪૦), સંકેત ચૌરમોલે (ઉ.વ.૧૭) પાર્વતી કોરે (ઉ.વ.૪૪) વૃદ્ધ રવિકાંત મુળે (ઉ.વ.૯૩), ધરેપ્પા મ્હેત્રે (ઉ.વ.૯૨) ઝાડ નીચે ઉભા રહ્યા હતા. તે સમયે આ ઝાડ સાથે તેમના પર વીજળી પડી હતી. આ દરમિયાન પાંચ જણ ગંભીર પણે દાઝી ગયા હતા.
તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પણ પંતૂસિંહ, સંકેત અને પાર્વતીનું મોત નિપજ્યું હતું. આ બનાવને લીધે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XcLXZv
No comments:
Post a Comment