અભિનેતા ડિનો મોરિયા અને ડીજે અકિલને રૂ. 14500 કરોડના કૌભાંડમાં ઈડીના સમન્સ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 July 2019

અભિનેતા ડિનો મોરિયા અને ડીજે અકિલને રૂ. 14500 કરોડના કૌભાંડમાં ઈડીના સમન્સ


મુંબઇ, તા. 1 જુલાઈ 2019, સોમવાર

બોલીવુડ અભિનેતા ડિનો મોરિયા અને ડીજે અકિલમના નામ આર્થિક છેતરપિંડી પ્રકરણે બહાર આવ્યા છે.  સાંડેેસરા બેન્ક લોન પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ડિનો અને અકિલને તપાસ માટે સમન્સ બજાવ્યા છે. લગભગ રૂ.૧૪૫૦૦ કરોડની વ્યાપ્તિ ધરાવતા કૌભાંડમાં બંનેના નામ સામે આવ્યા છે.

સ્ટર્લિંગ બાયોટેક લિ., સાંડેેસરા ગુ્રપ અને નીતિન સાંડેેસરા, ચેતન સાંડેેસરાઅને દિપ્તી ચેતન સાંડેેસરાએ બેન્કો સાથે કથિત ઠગાઈ કરી હોવાનો આરોપ છે. ઓક્ટોબર ૨૦૧૭માં સીબીઆઈએ એફઆઈઆર દાખલ કર્યા બાદ ઈડીએ આ પ્રકરણની તપાસ શરૂ કરી છે. ડિનો અને અકિલ સાથે આ કંપનીના કેટલાંક વ્યવહાર થયા હોવાથી તેમને સમન્સ જારી કરાયા છે.

સ્ટર્લિંગ બાયોટેકના માલિક સાંડેેસરા બંધુ ચેતન જયંતીલાલ સાંડેેસરા અને નીતિન જયંતીલાલ સાંડેેસરા પર ખોટી કંપની દર્શાવીને બેન્ક પાસેથી લોન લીધાનો આરોપ છે. સંદેસરા બંધૂ વિરુદ્ધ સીબીઆઈએ રૂ.૫,૭૦૦ની ઠગાઈનો કેસ દાખલ કર્યો હતો. ફરાર આરોપી સામે ઈડીએ લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે.

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કરતાં પણ આ પ્રકરણ મોટું હોવાનો ઈડીનો દાવો છે.  ડિનો મોરિયાએ ૧૯૯૯માં પ્યાર મેં કભી કભી ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ ૨૦૦૨માં આવેલી રાઝ ફિલ્મથી તે લોકપ્રિય બન્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J1QVVc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages