કચ્છમાં સત્તાવાર વાવણી પહેલા જ ૪૩ હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 July 2019

કચ્છમાં સત્તાવાર વાવણી પહેલા જ ૪૩ હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર

ભુજ, શુક્રવાર

કચ્છમાં ગત વર્ષે દુષ્કાળનો સામનો કરીને હતાશ થયેલા ધરતીપુત્રોએ આ વર્ષે સારો વરસાદ પડવાની આશાએ ફરી વખત જોખમ ઉઠાવીને આગોતરૃ વાવેતર શરૃ કરી દીધું છે. નોંધાયેલા આંકડા અનુસાર સત્તાવાર વાવણી પહેલા જ કચ્છમાં ૪૩ હજાર હેક્ટરાથી વધુ વિસ્તારમાં વિવિાધ પાકોનું વાવેતર અત્યાર સુાધીમાં થઈ ગયું છે.

વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ભલે દેશમાં સૌથી મોટો હોય, પરંતુ ખારો રણપ્રદેશ, અનિયમીત વરસાદ અને પાણીની અછતના કારણે ખેતી લાયક જમીન બહુ ઓછી રહે છે. માટે કચ્છમાં ચોમાસું સિઝનમાં સરેરાશ ૪.૮પ લાખ હેક્ટરમાં જ વાવેતર થાય છે. ખરીફ સિઝનના વાવેતરમાં કપાસ અને મગફળી મુખ્ય પાક તરીકે લેવાય છે. ખેતીવાડી વિભાગમાં નોંધાયેલા આંકડા અનુસાર ગત તા.૧ સુાધીમાં કચ્છમાં ૪૩,૦૬૮ હેક્ટરમાં આગોતરૃ વાવેતર થયું છે.

વાયુ વાવાઝોડાની અસર તળે કચ્છમાં એક પખવાડિયામાં અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત થોડા વિસ્તારમાં પિયતની સુવિાધા પણ છે. આવા વિસ્તારના લોકોએ સારો વરસાદ થવાની આશાએ વાવણી કરી દીધી છે. કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોના ભૂતકાળ પર નજર કરવામાં આવે તો જૂલાઈ મહિનામાં વાવણી થતી હોય છે. સત્તાવાર રીતે હજુ સુાધી કચ્છમાં ચોમાસાની સિઝનનો વરસાદ વરસ્યો નાથી. આમછતાં કપાસ, મગફળી અને ઘાસચારાના પાકોનું નોંધપાત્ર વાવેતર થઈ ગયું છે. તાલુકા મુજબ નજર કરીએ તો અબડાસા, નખત્રાણા, અંજાર, ભુજ અને માંડવીમાં ખેડૂતોએ આગોતરૃ વાવેતર કર્યું છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JqhJgH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages