
ગાંધીનગર, તા. 05 જુલાઈ 2019, શુક્રવાર
સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની મોસમે જમાવટ કરી છે પરંતુ પાટનગરમાં જ હજુ સુધી જોઇએ તેટલા પ્રમાણમાં વરસાદ નહીં વરસતાં વાતાવરણમાં ઉકળાટ વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ વરસાદ પડયા બાદ અચાનક જ ગાયબ થઇ જતાં તેની અસર શહેર ઉપર પણ અનુભવવા મળી રહી છે. ગુરુવારે અષાઢી બીજના દિવસે દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. તો શુક્રવારે સવારથી શહેરના આકાશમાં વાદળો બંધાયા હતા પરંતુ બપોરના સમયે ઝાપટુ પડયા બાદ ભેજના પ્રમાણમાં વધારો થવાના કારણે ઉકળાટ વધી જવા પામ્યો છે.
જેથી નગરજનો પણ ઉકળાટમાં ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે શુક્રવારે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીએ જ્યારે લઘુત્તમ ૨૭.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. સવાર અને સાંજના ભેજના પ્રમાણમાં વધારો થવાના કારણે દિવસ દરમિયાન વરસાદી વાદળો તો બંધાય છે પરંતુ વરસ્યા વગર જ પસાર થઇ જતાં તેની અસરનો સામનો પણ નગરજનોને કરવો પડે છે. ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે પ્રકારે ચોમાસાની જમાવટ થઇ છે. તેવા વાતાવરણની નગરજનો પણ ચાતક નજરે રાહ જોઇ રહ્યાં છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YD2nvI
No comments:
Post a Comment