કચ્છને રેલવેમાં ફરી અન્યાય, પેટ્રોલ-ડિઝલ પરની શેષ મોંઘવારી વધારશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 July 2019

કચ્છને રેલવેમાં ફરી અન્યાય, પેટ્રોલ-ડિઝલ પરની શેષ મોંઘવારી વધારશે

ભુજ,શુક્રવાર

દેશના પ્રાથમ મહિલા નાણાંપ્રાધાન નિર્મલા સીતારમણે લોકસભામાં નવી સરકારનું પ્રાથમ બજેટ રજૂ કર્યું. કચ્છમાં આ બજેટને લઈને વિવિાધ અગ્રણીઓના પ્રતિભાવ પ્રાપ્ત થયા છે. આ બજેટ વિકાસ, કૃષિ, રોજગાર લક્ષી હોવાનો મત વ્યક્ત કરાયો છે. ખેડૂતોથી લઈને મધ્યમ વર્ગને રાજી રાખવાનો પ્રયાસ કરાયો છે. બજેટમાં અનેકવિાધ રાહતલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. બજેટ સાથે રેલવે બજેટ રજૂ કરાયું હતું. પરંતુ તેમાં કચ્છને દેશના યાત્રાધામોને જોડતી ટ્રેનોની જાહેરાત ન કરાતા નારાજગી ફેલાઈ છે. પેટ્રોલ-ડિઝલ પર લીટરે એક રૃપિયાનો શેષ વાધારતા મોંઘવારી વાધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ભુજના ચાર્ટડે એકાઉન્ટ જયસુખ મહેતાએ જણાવ્યું હતું કે, જેઓની વાર્ષિક આવક રૃપિયા પાંચ લાખ છે તેઓને કોઈ જ કર ભરવાની જરૃર નહીં રહે. ટેક્ષ રીર્ટન ભરવા પર પાન કાર્ડની જરૃર નહીં રહે, આાધાર કાર્ડાથી પણ ટેક્ષનું ચૂકવણું થઈ શકશે. માધાપરના ખેડૂત કરશન પટેલે બજેટ અંગે પ્રતીભાવ આપતા કહ્યું હતંુ કે, સરકાર આયાતો પરના ખર્ચને ઓછુ કરી ખેતીક્ષેત્રમાં વ્યાપક રોકાણ વાધારવાનો નિર્ણય સારો છે. દસ હજાર નવા ખેડૂત સંગઠન ઉભા કરવાના તાથા જળ શક્તિ મંત્રાલય મારફતે જળજીવન મિશન મારફતે ર૦ર૪ સુાધીમાં ખેતી માટે રચનાત્મક ઉપયોગનો નિર્ણય યોગ્ય ગણી શકાય તેમજ બે કરોડ ખેડૂતોને ડિજીટલ શિક્ષણ આપવાની જાહેરાત યોગ્ય છે.

માંડવીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશીએ જણાવ્યું હતું કે, રૃપિયા પાંચ લાખની વાર્ષીક આવકને કરમુક્ત જાહેર કરી હતી. જે સામાન્ય વર્ગના લોકો માટે આવકારદાયક છે. મધ્યમ વર્ગના લોકો પોતાની માલિકીનું મકાન વસાવી શકે તે માટે રૃા.૪પ લાખ સુાધીની હાઉસીંગ લોન પર વર્ષે સાડા ત્રણ લાખનું વ્યાજ ઈન્કમટેક્ષમાંથી બાદ બનશે જે આવકાર દાયક છે. રૃપિયા પાંચ કરોડ સુાધીના ટર્ન ઓવર વાળા વેપારીને માસીકને બદલે ત્રિમાસીક રીર્ટન ભરવાનું રહેતા વેપારીઓ માટે રાહતની વાત હોવાનું ઉમેર્યું હતું.

પેટ્રોલ-ડિઝલ પર લીટરે એક રૃપિયાનો શેષ વાધારતા તેનાથી ટ્રાન્સપોર્ટેશન સહિતની તમામ ચીજોના ભાવ વાધી શકે છે. મોંઘવારી વાધવાની શક્યતા છે. ર૦ રૃપિયાના નવા સિક્કા બહાર પાડશે પરંતુ અગાઉ રૃપિયા દસના સિક્કા બહાર પડાયા હતા પરંતુ તે ગ્રાહક કે વેપારી ચલણમાં સ્વીકારવા તૈયાર થતા નાથી.

ભુજના સિનીયર સિટીઝન કે.વી.ભાવસારે  સામાન્ય બજેટની સાથે રેલ બજેટ સંસદમાં રજૂ કરાયું પરંતુ તેમાં કચ્છાથી દેશના યાત્રાધામો જેવા કે ભુજાથી હરિદ્વાર, જમ્મુ તાવી, કટરા માતા, વૈશ્નોદેવી તેમજ અયોધ્યા માટે સુપરફાસ્ટ વીકલી ટ્રેનોની માંગણી સંતોષાઈ ન હોવાનું જણાવ્યું હતું. કચ્છ સરહદી વિસ્તાર અને મોટો જિલ્લો હોવા છતાં રેલવે સેવાનો વિકાસ આયોજન કે વિસ્તરણ કરવામાં આવતું નાથી. વધુમાં ભુજોડી ઓવરબ્રીજ કામ અને નલિયા બ્રોડગેજનું વિસ્તરણ કામ છેલ્લા પાંચ વર્ષાથી બંધ પડેલ છે. માત્ર દેશલપર સુાધી રપ કિ.મી.નું કામ થયેલ છે. ભુજ સુાધી ટ્રેનોને લંબાવવાની રજૂઆત કરવામાં આવે છે. ત્યારે એક જ જવાબ આપવામાં આવે છે. પીટલાઈન્સનો ર૦૧૯-ર૦ના રેલવે બજેટમાં કચ્છના લોકો માટે આશાનું કિરણ દેખાતું નાથી.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XvDplC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages