
(પીટીઆઇ) કોઇમ્બતુર, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર
રાબેતા મુજબની સોર્ટી પર ગયેલા એક તેજસ વિમાનમાંથી શહેરની બહારના એક ખતેરમાં ફયુઅલની ટાંકી પડતાં આશ્ચર્ય થયું હતું.ચેન્નાઇના સંરક્ષણના સૂત્રોએ કહ્યું હતું કે તેજસ વિમાનમાંથી ટેંક પડી હતી પરંતુ સદનસીબે કોઇને ઇજા થઇ નહતી. ઇરૃગર ગામના ખેતરમાં કામ કરી રહેલા મજૂરો ૧૨૦૦ લિટરની ટાંકીને વિમાનમાંથી પડતા જોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
ટાંકી પડવાના કારણે લગભગ ત્રણ ફુટોનો ખાડો પડી ગયો હતો અને નજીવી આગ પણ લાગી હતી, એમ પોલીસે કહ્યું હતું.જો કે આ કોમ્બેટ વિમાને પાસેની સુલુર એર ફોર્સના એરપોર્ટ પર સલામતી પૂર્વક લેન્ડિંગ કર્યું હતું. ઇન્ડિયન એર ફોર્સના અધિકારીઓ અને પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ શરૃ કરી હતી. ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓએ કહ્યું હતું કે ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૃ કરાઇ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xjwlsd
No comments:
Post a Comment