તિવરે ડેમ તૂટી પડવાથી થયેલી હોનારતમાં ગુમ થયેલા 24 જણમાંથી 11ના મૃતદેહ મળ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 July 2019

તિવરે ડેમ તૂટી પડવાથી થયેલી હોનારતમાં ગુમ થયેલા 24 જણમાંથી 11ના મૃતદેહ મળ્યા


- પશુધન અને ૧૫ જેટલા ઘર તણાયા, મૃતકના પરિવારને રૂા. પાંચ લાખની મદદ જાહેર, ચાર માસમાં પાકા ઘરનું આશ્વાસન, ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ

(પ્રતિનિિધ દ્વારા) મુંબઇ, તા. 3 જુલાઈ 2019, બુધવાર

રત્નાગિરીના ચિપલૂણ તાલુકાનો તિવરે ડેમ (બંધ) ફૂટી જવાના પગલે સર્જાયેલી દુર્ઘટનામાં ૧૨થી ૧૫ ઘર તણાયા હતા. એમાં લગભગ ૨૪ જણ તણાઇ ગયા હતા. આ પૈકી અત્યાર સુધી ૧૧ જણના મૃતદેહ હાથ લાગ્યા છે. મંગળવારે રાતે ૯ વાગ્યે વરસી રહેલા મૂશળધાર વરસાદ વખતે આ દુર્ઘટના બની હતી. ડેમના પાણીની તીવ્રતામાં મુંગા પશુ પણ તણાઇ ગયા હતા. પરિણામે અહીં લોકોના ભયનું વાતાવરણ છવાઇ ગયું છે.

તિવરે ડેમ ફૂટી જતાં ત્યાં નજીકમાં આવેલો દાદર પુલ ઉપરથી પાણી વહેતા થઇ ગયા હતા. આ બનાવ બનતા આવેલા અન્ય ઓવળી, રિક્ટોલી, આકલે, દાદર કળકવણે, સતી, ગાણે જેવા ગામડાના લોકોને સતર્ક રહેવાનું પ્રશાસને કહ્યું છે. 

દરમિયાન આ ડેમમાંથી ગત બે વર્ષથી ગળતર શરૂ હતું. વારંવાર સંબંિધતોને ફરિયાદ કરવા છતા સમારકામ કરવા પ્રત્યે પ્રશાસને દુર્લક્ષ સેવ્યું હોવાનો આક્ષેપ સૃથાનિક લોકોએ મૂક્યો હતો. આ દુર્ઘટના સંબંિધત જવાબદાર સામે સદોષ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવે એવી જોરદાર માગણી અસરગ્રસ્તના સગા સંબંધીઓ કરતા હતાં.

આ દુર્ઘટના બદલ ઉચ્ચસ્તરીયે તપાસ કરાશે. એવું આશ્વાસન જળસિંચાઇ વિભાગના પ્રધાન ગિરીશ મહાજને આપ્યું હતું. આ સિવાય અસરગ્રસ્તોને ચાર મહિનામાં પાકા ઘર બાંધીને આપવામાં આવશે. અને મૃતકના પ્રત્યેક પરિવારજનને પાંચ લાખ રૂપિયાની આિર્થક સહાયતા આપવાનું સરકારે જાહેર કર્યંપ હતું.

આ દુર્ઘટનામાં તણાઇ ગયેલા પૈકી મળેલા મૃતદેહોમાં બે જણાના નામની ઓળખ થઇ હતી. એમાં ચંદ્રભાગા ચવ્હાણ (૭૫ વર્ષ), અને આત્મારામ ઘોંડુ ચવ્હાણ (૭૫ વર્ષ)નો સમાવેશ થાય છે. દરમિયાન એન.ડી.આર. એફની ટીમ દ્વારા તણાઇ ગયેલા લોકોની શોધખોળ યુદ્ધના ધોરણે થઇ રહી છે. 

મુંબઇ સહિત કોંકણના  અમુક વિસ્તારમાં મંગળવારે મૂશળધાર વરસાદ પડતો હતો. સહ્યાદ્રીના ડુગરાળમાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે. એમાં તિવરે ગામ ચિપલૂણ તાલુકાના એક છેડે છે. આ ભાગ દુર્ગમ છે. તિવર ગામમા આ ડેમ વર્ષ ૨૦૦૦માં બાંધવામાં આવ્યો હતો. આ ડેમમાં પાણી જમા કરવાની સપાટી ૧૩૯ મીટર છે. ડેમમાં પાણીનો જથૃથોની કુલ ક્ષમતા ૨૪.૫૦ લાખ ઘનમીટર જેટલી છે. આ ડેમમાંનું પાણી અનેક ગામડાને પીવાનું પાણી સહિત ખેતી માટે ઉપયોગ કરાય છે.

રાજ્ય પ્રશાસનના ૨ જુલાઇના અહેવાલ અનુસાર ડેમમાં ૨૭.૫૯ ટકા પાણી ભરાયું હતું એટલે કે ડેમમાં કુલ ૧૩૧ મીટર પાણીની સપાટી હતી. તિવરે ડેમની દુર્ઘટના વેળા લોકો ઘરમાં જમવા બેઠા હતા તેઓ ઉભા થઇ શક્યા નહી એવું જાણવા મળ્યું હતું. આ ડેમમાં બે વર્ષ પૂર્વે તિરાડ પડતાં ગળતર થવા લાગ્યું હતું. ગત વર્ષે તિરાડ પહોળી થતા ગળતરનું પ્રમાણ વધી ગયું હતું. ગળતરને લીધે ડેમના મુખ્ય દરવાજા પાસે મોટું બાકોરુ પડી ગયું હતું. આ વેળા સમારકામ કરવાની માગણી કરાઇ હતી. ગામવાસીઓની ફરિયાદ બાદ સૃથાનિક લોકો પ્રતિનિિધ અને પ્રશાસન દ્વારા ગયા વર્ષે ડેમની સંયુક્ત પણે ચકાસણી કરાઇ હતી. ત્યારબાદ પણ ડેમના સમારકામ કરવા માટે વેગ આવ્યો ન હતો. ચોમાસા પૂર્વે ડેમના સમારકામ ન થવાથી ચોમાસામાં ડેમને જોખમ થવાની ભારોભાર શક્યતા વર્તાઇ હતી.

તિવરે ડેમની દુર્ઘટના માટે જળસિંચાઇ વિભાગના અિધકારીઓ જવાબદાર છે. તેઓ સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવાની માગણી વિપક્ષો કરી રહ્યા છે. જો કે આ દુર્ઘટના સંબંધે ઉચ્ચસ્તરીયે તપાસ કરાશે, એવું આશ્વાસન જળસિંચાઇ વિભાગના પ્રધાન ગિરીશ મહાજને આપ્યું હતું.

આ દુર્ઘટનામાં મૃતકના પ્રત્યેક પરિવારજનોને પાંચ લાખ રૂપિયા સહાયતા આપવાની સરકારે ઘોષણા કરી હતી. આ સિવાય અસરગ્રસ્તોને ચાર મહિનામાં પાકા ઘર બાંધીને આપવાનું સરકારે જાહેર કર્યું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JasGEv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages