
મોસ્કૉ, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર
રશિયામાં એક સબમરિન અકસ્માતગ્રસ્ત થતાં તેમાં રહેલા ૧૪ નાવિકોના મોત થયા છે. રશિયાએ જોકે આ અકસ્માત કે સબમરિન વિશે બધી વિગતો જાહેર કરી નથી. પરિણામે સબમરિન પરમાણુ પ્રકારની હતી કે સામાન્ય હતી એ જાણી શકાયું નથી. અલબત્ત, આ સબમરિન લશ્કરી હેતુ માટેની નહી પણ વૈજ્ઞાનિક પ્રયોગો માટેની હતી, એવુ સ્પષ્ટ થયું છે. કોઈ પ્રયોગ દરમિયાન આગ લાગવાથી ધૂમાડો ફેલાઈ જતા ગૂંગળામણથી નાવિકોના મોત થયા હતા.
રશિયા પાસે સબમરિનોનો જંગી કાફલો છે. સાથે સાથે સબમરિનોના અકસ્માતમાં પણ રશિયાનું નામ બદનામ છે. ૨૦૦૦ની સાલમાં રશિયાની એક સબમરિન દરિયા તળિયે ફસાઈ જતા ૧૧૮ સબિરિનર્સના મોત થયા હતા. એ સબમરિન ઈતિહાસનો સૌથી ઘાતક અકસ્માત હતો. રશિયામાં આવા નાના-મોટા ઘણા અકસ્માત થયા છે. આજે અકસ્માત થયો એ સબમિરન એએસ-૧૨ પ્રકારની હોવાનો કેટલાક રશિયન મીડિયાએ દાવો કર્યો હતો. એએસ-૧૨ પ્રકારની સબમરિન થોડી નાની હોય છે.
આ સબમરિન રશિયાના ઉત્તર-પશ્ચિમ કાંઠે આવેલા સેવરોમોર્સ્ક ખાતે અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત વખતે કુલ કેટલા સભ્યો સબમરિનમાં હતા તેની વિગતો હજુ સુધી રશિયાની સરકારે જાહેર કરી નથી. રશિયાના સંરક્ષણ વિભાગના કહેવા પ્રમાણે પ્રયોગ દરમિયાન આગ લાગી હતી અને આગના ધૂમાડો જીવલેણ સાબિત થયો હતો. આ પ્રકારની સબમરિનમાં જોકે મહત્તમ ૨૫ ક્રૂ-મેમ્બર રહી શકે છે. આ સબમરિનો વધુમાં વધુ ૬ કિલોમીટર ઊંડે ઉતરી શકે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J5Loga
No comments:
Post a Comment