ભુજ, બુાધવાર
ગાંધીધામ તાલુકાના પડાણા ગામે મધ્ય રાત્રિના ધાડપાડુ ગેંગ ત્રાટકીને બે એટીએમને નિશાન બનાવીને રૃ.ર૮ લાખની ચોરી કરી ગયાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસમાં દોડાધામ મચી જવા પામી છે. હજુ ગઈકાલે રાજકોટમાં આખેઆખા એટીએમ મશીનને ગેસ કટરાથી કાપીને રૃપિયા ચોરી ગયા હતા. ત્યારે વધુ એક ઘટના આવી જ મોડસ ઓપરેન્ડીથી બનવા પામતા ચકચાર મચી જવા પામી છે.
રાત્રિના ર.૩૦થી ૩.૩૦ વાગ્યાના અરસામાં આ ઘટના બનવા પામી હતી. પડાણા ગામે લક્ષ્ય કોમ્પલેક્ષની બાજુમાં આવેલી બેંકના એટીએમ પાસે જીપ-કારમાં આવેલા ચારાથી પાંચ બુકાનીધારી ઈસમોએ સીસીટીવી કેમેરા ઉપર કલરનો પીછડો મારી દીધો હતો જેનાથી પોતાના ચહેરા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ન શકે. ચોર શખ્સોએ ગેર કટરાથી એટીએમને કાપ્યા હતા. ચોરીનો બનાવ માત્ર ૧૪ મીનીટમાં બની ગયો હતો. એક્સીસ બેંકના એટીએમમાં ૧પ,૦૩૦૦, જ્યારે સેંટ્રલ બેંકના એટીએમમાં ૧૩,૧૮,પ૦૦ મળી ર૮,૧૮,૮૦૦ ચોરી કરી ગયા હતા. આ બનાવમાં મૂળ નવી દિલ્હીના અને હાલે ગાંધીધામ ખાતે રહેતા રાહુલ પુરણકુમારે બી ડીવીઝન પોલીસ માથકે ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણ થતા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ, એલસીબી સહિતની ટીમ દોડી ગઈ હતી. આ ઉપરાંત બેંકના સત્તાવાળાઓ પણ સૃથળ પર દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા બાજુમાં આવેલી મીઠાઈની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા જીપમાં આવેલા ચારાથી પાંચ શખ્સોના ફુટેજ જોવા મળ્યા હતા. બન્ને એટીએમ સેન્ટરમાં કોઈ સિક્યુરીટી ગાર્ડ ન હતો. તો સિક્યુરીટી ગાર્ડ ફરજ બજાવતા હોત તો આ બનાવ બન્યો ન હોત. ઉલ્લેખનિય છે કે, છેલ્લા લાંબા સમયાથી પુર્વ કચ્છમાં ગેંગ સક્રિય બની છે ચોરીની ઘટનાઓ પણ પ્રતિદિન વાધી જવા પામી છે ત્યારે આજના આ કિસ્સામાં એટીએમ મશીનમાંથી રૃપિયા તફડાવાયાની ઘટનાએ ભારે ચકચાર ફેલાવી દીધી છે. પોલીસ દ્વારા તાત્કાલિક ભેદ ઉકેલવામાં આવે તે જરૃરી બની રહે છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JavTE3
No comments:
Post a Comment