ભુજ,સોમવાર
ભુજ પાલિકાની ગટરલાઈનના કરાતા કામમાં એક મજુરના મોત માટે ચીફ ઓફીસર, કારોબારીના સભ્યો તાથા ચીફ ઓફીસર સામે માનવવાધની કલમ તળે ગુનો નોંધીને કાર્યવાહી કરાય તેવી માંગણી કોંગ્રેસી નગરસેવિકાએ કરી છે. લેબર લાઈસન્સ તાથા લેબરના જીવનવીમા વગરના કોન્ટ્રાકટરને કામ આપી દેવાયું હોવાનું પાધરૃ થયું છે.
ભુજના નગર સેવિકા મરીયમ સમાએ આ અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ એ જ એજન્સીને કામ આપી શકાય જેને પાસે લેબર કોન્ટ્રાકટરનું લાઈસન્સ હોય તેમજ લેબરના જીવનવીમા લીધા હોય. પરંતુ ભુજપાલિકા હંમેશની જેમ આ નિયમોને નેવે મુકીને પોતાના લાગવગીયા તાથા અંગતસ્વાર્થને પોષતા કોન્ટ્રાકટરને લાભ આપવા નિયમોને નેવે મુકીને કામગીરી કરાવે છે. જેમાં ચીફ ઓફીસર પણ સામેલ થઈને નિયમો વિરૃધૃધના કામોને લીલીઝંડી આપી દેતા અચકાતા નાથી. આમ, ભુજસુાધરાઈના વહીવટદારોના મિલીભગતાથી આ પ્રકારની ઘટનાઓ ભુતકાળમાં પણ બની ચુકી છે અને ફરી તેનું પુનરાવર્તન થયું છે.
જવાબદારોની બેદરકારીના કારણે નિદોર્ષ યુવકનો ભોગ લેવાયો છે ત્યારે કારોબારી, સીઓ સહિતના તમામ સામે માનવવાધની કલમો તળે તેમ માનવ જીવને જોખમ મુકવા સહિતની કલમો તળે ગુનો દાખલ કરવા માંગણી કરી છે. આ મુદે મુખ્યમંત્રી, માનવ અિધકાર પંચ સહિતનાને રજૂઆત કરાઈ છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FIOtkb
No comments:
Post a Comment