ભુજ, સોમવાર
ભુજ પાલિકાના ગટરલાઈન પાથરવાના કામ દરમિયાન ૨૨ ફુટ ઉંડા ખાડામાં કામ કરતા મજૂરો પર અચાનક ભેખડ ધસી પડતા ઘટનાસૃથળે જ એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર મજુર ઘાયલ થતાં તેઓને તાત્કાલિક અસરાથી હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે, આ સમગ્ર ઘટના ઘટી તે પાછળ ભુજ પાલિકા તાથા કોન્ટ્રાકટર દ્વારા સુરક્ષાના કોઈ પગલા લીધા વગર જ કામ કરાતું હોવાની બેદરકારી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભુજમાં એરપોર્ટ રીંગ રોડ પર નાગોર રેલવે ફાટક નજીક રાત્રે ૧૧ વાગ્યાના સમયે આ દુઘર્ટના બની હતી. જેમાં ૨૨ ફુટ ખાડામાં ઉતરીને પાઈપલાઈન બિછાવવાની કામગીરી કરતા ૪ મજુરો પર માટી ધસી પડતા મજુરો દટાઈ ગયા હતા. જેમાં અરવિંદ વેલજી જોગી(ઉ.૨૫)નું ઘટના સૃથળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાકીના શામજી મુસા કોલી(ઉ.૨૫), દિપક ઉમર જોગી(ઉ.૨૨) અને જીવણ રામજી કોલી( ઉ.૫૯)ને બચાવી લેવામાં સૃથળ પરના લોકો સફળ રહ્યા હતા. જે તમામને જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટનામાં નિયમ મુજબ ઉંડાણવાળી જગ્યાએ કામ કરતા પહેલા જે સુરક્ષાના પગલા ભરવા જોઈએ તે લેવાયા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.જેના કારણે માટી ધસીને મજુરોનેપર પડી હતી.
સુરક્ષાના પગલા ખાડો ખોદયા બાદ લેવાયા ન હતા. સાંકળા મોઢાવાળા ૨૨ ફુટ ઉંડા ખાડામાં પાઈપલાઈનના કામ માટે સીધા જ ૪ મજુરોને ઉતારવામાં આવ્યા હતા. પરીણામે જ્યારે માટી ધસી ત્યારે ખાડો માટીના જથૃથાથી પુરાઈ જતાં ૪ મજુરો તેના નીચે દટાઈ ગયા હતા. જેમાં એક મજુરનું ગુંગળાઈ જવાથી તત્કાલ મોત નીપજ્યું હતું. નિયમ મુજબ સુાધરાઈને પણ એજન્સી પુરતા સુરક્ષાના સાધનો સાથે કામ કરી રહી છે કે નહીં તેની સમીક્ષા કરવાની હોય છે. પરંતુ અહીં પાલિકાએ પણ પોતાની જવાબદારી અદા કરી ન હોવાથી કોન્ટ્રાકટર પોતાના નાણા બચાવવા કર્મચારીઓના જીવના જોખમે કામ કરાવી રહ્યો હતો. આ મુદે વિપક્ષીનેતાએ જવાબદાર પાલિકાના સંચાલકો તાથા કોન્ટ્રાકટર સામે કડક કાયદાકીય પગલા ભરવાની માંગ સાથે ભુજમાં ગટર,પાણીની લાઈનના કરાતા કામો પ્રત્ય દાખવતી બેદરકારી સામે કલેકટર કડક રૃખ અપનાવે તેવી માંગણી પણ કરી હતી.
કેવી સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ?
આ ક્ષેત્રે સાથે સંકળાયેલા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જ્યારે ૫ ફુટ કે તેાથી વધુ ઉંડાઈના ખાડાખોદીને કોઈપણ લાઈન બિછાવવાની કામગીરી કરાતી હોય ત્યારે નિયમ મુજબ જેટલી ઉંડાઈનો ખાડો ખોદવાનો હોય તેટલી જ પહોળાઈ ઉપર ખાડાની રાખવાની રહેતી હોય છે. મતલબ કે ૨૨ ફુટ ઉંડાઈ હોય તો તેનો ઘેરાવો ઉપર ૨૨ ફુટ પહોળો હોવાજોઈએ, તે ઉપરાંત પણ ખાડાની ચારે તરફ દિવાલને સેન્ટ્રીંગ કરી લાકડાઓની મદદાથી મજબુત રીતે સુરક્ષા દિવાલ બનાવવાની રહે છે. જેાથી અંદર મજુર કામ કરતા હોય અને માટી ધસે તો પણ લાકડા,લોખંડની સેન્ટ્રીંગની દિવાલ આડે માટી રોકાઈ જાય તેમજ ખાડાની પહોળાઈ વધુ હોવાથી કર્મચારીઓ બચાવ માટે અન્ય સાઈડ ખસી જઈ શકે છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/309tvmB
No comments:
Post a Comment