ભુજની ખારી નદીમાં મેડીકલ વેસ્ટના ઢગલા મળ્યા, ચીફ ઓફીસર દોડયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 July 2019

ભુજની ખારી નદીમાં મેડીકલ વેસ્ટના ઢગલા મળ્યા, ચીફ ઓફીસર દોડયા

ભુજ,સોમવાર

ભુજમાં જાહેરમાં ફેંકી દેવાતા બાયોમેડીકલ વેસ્ટનો મામલો ઉજાગર થયા બાદ હવે ખારીનદીમાં મેડીકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો હોવાની બાબત સામે આવતા ચીફ ઓફીસર સૃથળ પર દોડી ગયા હતા. 

આ અંગે મળતી માહિતી મુજબ ખારીનદીના પટમાં મોટાપાયે ખાલી સીરીંઝ, ભરેલા બાટલા, એકસપાયરી દવાનો મોટો જથૃથો સહિતનો અનેક સામાન પડયો હોવાનું માલુમ પડયું હતું. જે બાબતે  જાગૃતોએ સુાધરાઈને જાણ કરતા ચીફ ઓફીસર સહીતનો કાફલો સૃથળ પર જઈ ચડયો  હતો. તપા સ કરતા આ તમામ સામાન આસપાસના ગામની હોસ્પિટલ કે ભુજની હોસ્પિટલના સંચાલકો દ્વારા ફેંકી દેવાયો હોય તેવું જણાયું હતું. આ અંગે ચીફ ઓફીસરે જણાવ્યુ હતું કે, આ અંગે તપાસ કરીને  જરૃરી પગલા ભરવામાં આવશે. આસપાસના ગામના સરકારી કે ખાનગી દવાખાના તેમજ ભુજના આ વિસ્તારના નજીકના હોસ્પિટલોને તાકીદ કરીને આ બાબતે પુચ્છા કરવામાં આવશે. મોટાભાગનો સામાન મહિલાઓની સારવાર માટે વપરાતો  હોય તેવું માલુમ પડયું છે. ત્યારે આ રીતે નદીમાં મેડીકલ વેસ્ટ ફેંકી દેનારા સામે પગલા ભરવામાં આવશે. આ અંગે જાગૃતોએ જણાવ્યું હતું કે, આ રીતે પાણીના વહેણમાં કચરો ફેંકી દેવાથી વરસાદી પાણી પણ દુષિત થાય એમ છે આમછતાં વહીવટીતંત્ર દ્વારા અખ્તયાર કરાતી ઢીલી નીતીના કારણે હોસ્પિટલોને ખુલ્લો દૌર મળી ગયો છે. 



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/308mOkL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages