
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, ,તા. 3 જુલાઈ 2019, બુધવાર
તાપસી પન્નુ વિવિધ પાત્ર પર હાથ અજમાવી રહી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે, તે ફરી એક સ્પોર્ટસ વિષયક ફિલ્મમાં કામ કરવાની છે. આ પહેલા તેણે હોકી પ્લેયરની ભૂમિકા ભજવી હતી.
'' તાપસીને મહિલા ક્રિકેટની કેપ્ટન મીતાલી રાજના પાત્ર માટે સંપર્ક કરવામાં આવ્યો છે. એક વાત એવી પણ છે કે તેને શોર્ટ લિસ્ટ પણ કરવામાં આવી છે. જોકે હાલ આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. હજી આ ફિલ્મના ડિરેકટર તરીકે કોઇની વરણી કરવામાં આવી નથી,'' તેમ સૂત્રે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મિતાલી રાજ ભારતની મહિલા ક્રિકેટર છે જેણે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છ હજારથી વધુ રન કર્યા છે. જેમાં સાત શતક અને બાવન અર્ધશતક સામેલ છે. હાલમાં જ મિતાલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૨૦ વરસ પુરા કર્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XmuWRE
No comments:
Post a Comment