પોલીસે બે દિવસમાં ચાર સ્થળેથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 July 2019

પોલીસે બે દિવસમાં ચાર સ્થળેથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી


ગાંધીનગર, તા. 03 જુલાઈ 2019, બુધવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે જિલ્લા પોલીસે વિવિધ ચાર સ્થળોએથી વિદેશી દારૂની બોટલો ઝડપી લઈ લાખોનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ત્યારે ઝડપાયેલા બુટલેગરો સામે પણ પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

રાજયના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ઠેકઠેકાણે દરોડા કરી બુટલેગરોને દારૂનું વેચાણ કરતાં ઝડપી પણ લેવામાં આવી રહયા છે. ત્યારે શહેરના સે-૩૦ સર્કલ ખાતેથી પોલીસે નિકુંજ મુકેશભાઈ જયસ્વાલ રહે.ડબલડેકર, સે-ર૪ને વિદેશી દારૂની બે બોટલ સાથે કુલ ૪૧રપનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે ચિલોડા પોલીસે પણ ચંદ્રાલા ગામે ભાગોળવાળા વાસ ખાતે બંધ મકાનમાં પાછળ ઝાડીના ભાગેથી વિદેશી દારૂની ૧ર બોટલ કબ્જે કરી ચંદ્રાલાના પ્રજાપતિવાસમાં રહેતા કિશન વિનોદભાઈ દરજીને કુલ ૪ર૦૦ના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. 


તો ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા ગામની સીમ પાસેથી સાબરમતી રામનગરના ઠાકોરવાસમાં રહેતા ચિરાગ મનુભાઈ ઠાકોરને વિદેશી દારૂની સાત બોટલ સાથે ઝડપી લઈ મોપેડ અને દારૂ મળી કુલ ર૭ર૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે પેથાપુર પોલીસે પણ રૂપાલ ગામે નારદીપુર ત્રણ રસ્તા પાસેથી પાલૈયાના પ્રદીપસિંહ ભરતસિંહ વાઘેલાને વિદેશી દારૂની ચાર બોટલ અને મોપેડ મળી કુલ ૫૯૯૯૬નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ત્યારે જેતે પોલીસ સ્ટેશનમાં બુટલેગરો સામે ગુનો દાખલ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LBpbsb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages