
મહુધા,તા.3 જુલાઈ 2019, બુધવાર
મહુધા તાલુકાના વાસણા થી કઠલાલ જવાના માર્ગપર આજે સવારે એક તોતીંગ પીપળાનુ ઝાડ પડયુ હતુ.જેને કારણે એક મોટર સાઇકલ ચાલક અને શાળાએ જતા બે બાળકો ઝાડ નીચે દબાઇ ગયા હતા.જ્યારે મોટર સાઇકલ ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.અને બાળકોનો આબાદ બચાવ થયો હતો.
વાસણાથી કઠલાલ જવાના માર્ગ પર આજે સવારે ગામની ભાગોળે આવેલ એક પીપળાનુ ઝાડ પડી ગયુ હતુ.જેમાં આ મોટર સાઇકલ ચાલક વાસણા ગામના વિમલકુમાર સોઢા અને બે શાળાએ જતા વિદ્યાર્થીઓ ઝાડ નીચે દબાઇ ગયા હતા.આ ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા.અને દબાયેલા મોટર સાઇકલ ચાલકને અને શાળાએ જતા વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યો હતા.
જેમાં મોટર સાઇકલ ચાલક વાસણા ગામના વિમલકુમાર સોઢા તેમની ભત્રીજી પિયુને શાળાએ મુકવા જતા હતા.તેમજ શાળાએ જતા બે વિદ્યાર્થીઓ શૈલેષ ચૌહાણ અને ઋતુરાજ ચૌહાણ પર ઝાડ પડયુ હતુ.
જેમાં મોટર સાઇકલ ચાલક વિમલકુમાર સોઢાને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.જ્યારે શાળા જતા શૈલેષ ચૌહાણ અને ઋતુરાજ ચૌહાણનો આબાદ બચાવ થયો હતો.વાસણા ગામની ભાગોળે વર્ષો જૂનુ પીપળાનુ ઝાડ એકા એક ધરાશાયી થયુ હતુ.આ બનાવ બાદ ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.આ અંગે વિનુભાઇ રમણભાઇ ડાભીએ મહુધા પોલીસ મથકે જાણ કરી છે.જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JA6in1
No comments:
Post a Comment