ગોરેગામમાં 16 વર્ષના કિશોરે 13 વર્ષની કિશોરીને આઠમે માળેથી ધક્કો માર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 July 2019

ગોરેગામમાં 16 વર્ષના કિશોરે 13 વર્ષની કિશોરીને આઠમે માળેથી ધક્કો માર્યો


મુંબઇ તા. 3 જુલાઈ 2019, બુધવાર

ગોરેગામમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ૧૬ વર્ષના એક કિશોરે ૧૩ વર્ષની એક કિશોરીને 'અગર તુમ મેરી નહી હો સકતી, તો કિસીકી નહીં હો સકતી' તેમ કહેતા આઠમે માળેથી કથિત રૂપે ધક્કો મારી દીધો હતો. પરિણામે નીચે પટકાયેલી કિશોરીને ગંભીર ઇજા પહોંચી હતી અને હાલ તે ગંભીર અવસ્થામાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ ઘટના બાદ સોમવારે આ કિશોરને આરે સબ પોલીસે  પકડી લીધો હતો.

જાયેરે મંગળવારે પોલીસે કિશોરના માતા-પિતાની પુરાવાના નાશ કરવાના અને કિશોરને છૂપાવી રાખવાના આરોપસર ધરપકડ કરી હતી.પોલીસે આ કિશોરની પોકસો કાયદા અને આઇપીસીની જાતીય સતામણી અને હત્યાના પ્રયાસ જેવી કલમ હેઠળ ધરપકડ કરી હતી. કિશોરને ત્યારબાદ સુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યોહતો.

આ સંદર્ભે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર કિશોર પાસેની એક ચાલીમાં રહે છે. અને છ મહિના પહેલા કિશોરી સાથે તેની મુલાકાત ટયુશન કલાસમાં થઇ હતી. ટૂંક સમયમાં બન્ને મિત્રો બની ગયા હતા. કિશોરના પિતા હોટેલ ચલાવતા હોવાથી તે અહીં ફૂડ પાર્સલની ડિલીવરી કરવા અવારનવાર આવતો હતો.

કિશોરીની માતાને જ્યારે તેમની મિત્રતા વિશે જાણ થઇ ત્યારે તેમે આ મિત્રતા પર પૂર્ણવિરામ મૂકવાની વાત કિશોરીને કરી હતી. તેથી કિશોરીએ કિશોર સાથે વાત કરવાનું ઓછુ કરી દીધું હતું અને તેને દૂર રહેવા જણાવ્યું હતું.

૨૯ જૂનના રોજ કિશોરે રાત્રે ૮.૩૦ વાગ્યે કિશોરીને ખાસ કામ હોવાનું કહી મળવા બોલાવી હતી તેથી કિશોરી આઠમાં માળના બિલ્ડીંના રેફયૂઝ એરિયામાં મળવા આવી હતી. આ સમયે કિશોરીએ તેને જણાવ્યું હતું કે હવે પછી તે ફરીથી મળવા માગતી નથી અને મિત્રતાનો અંત આણવા માગે છે. આ વાતથી કિશોર રોષે ભરાયો હતો અને આઠમે માળેથી કિશોરીને ધક્કો મારી દીધો હતો. કિશોરી નીચે પડતા જોરદાર અવાજ થયો હતો તેથી ત્યાં હાજર એક વ્યક્તિ શુ થયું છે તે જોવા આવી ત્યારે કિશોરીને લોહીના ખાબોચિયામાં પડેલી જોઇ હતી. એવું પણ કહેવાય છે કે આ વ્યક્તિએ ત્યારબાદ કિશોરને પણ ઇમારતમાંથી બહાર નિકળતા જોયો હતો.

આ ઘટના બાદ કિશોરે ઘરે જઇ તેના માતા-પિતાને ઘટના બાબતે જાણ કરી હતી ત્યારે માતા-પિતાએ  તેના મોબાઇલના રેકોર્ડ ડિલીટ કરી નાંખી કિશોરને છૂપાવી દીધો હતો. પોલીસે કિશોર અને તેના માતા-પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xo4rpU

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages