બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રીએ સાર્વત્રિક વરસાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 July 2019

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રીએ સાર્વત્રિક વરસાદ

પાલનપુર,તા. 4 જુલાઈ 2019, ગુરૂવાર

બનાસકાંઠામાં ધીરે ધીરે ચોમાસુ બેસી રહ્યું છે. બુધવારે મોડી રાત્રે ધાનેરામાં બે કલાકમાં ત્રણ ઈંચ, ડીસામાં અઢી ઈંચ, અમીરગઢ અને લાખણીમાં બે ઈંચ તો પાલનપુરમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે થરાદ, ભાભર અને સુઈગામ તાલુકા કોરાધાકોર રહ્યા હતા. ધાનેરામાં બે કલાકમાં ત્રણ ઈંચ ખાબકેલા વરસાદના પગલે રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તમામ રોડ રસ્તાઓનું પાણી ભરાઈ જવા પામ્યું હતું. જેના કારણે દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફે ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે.

બનાસકાંઠામાં બુધવારે દિવસ દરમિયાન બફારો અને ઉકળાટ ભર્યું વાતાવરણ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. મોડી રાત્રે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેમાં ધાનેરામાં ત્રણ ઈંચ, ડીસામાં અઢી ઈંચ, અમીરગઢ-લાખણીમાં બે-બે ઈંચ અને પાલનપુરમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે થરાદ, ભાભર અને સુઈગામ કોરાધાકોર રહ્યા હતા. બુધવારે મોડી રાત્રે ધાનેરામાં ખાબકેલા ત્રણ ઈંચ વરસાદને પગલે આસપાસના વિસ્તારના લોકો માટે આશીર્વાદરૃપ વર્ષો જૂની રેફરલ હોસ્પિટલમાં રોજના ૨૫૦થી વધુ દર્દીઓ લાભ લે છે. ત્યારે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બધા રસ્તાનું પાણી ભરાઈ જવાથી અને હોસ્પિટલમાં પણ પાણી ટપકતું હોવાથી દર્દીઓ તેમજ સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.

હોસ્પિટલમાં પાણી ભરાતા આખી રાત ખુલ્લી આંખે વિતાવી, ર્ડાક્ટર

આજે ખાબકેલા ત્રણ ઈચ વરસાદને પગલે હોસ્પિટલમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જેને કારણે આખી રાત જાગીને કાઢી હતી. આ પહેલા પણ ૨૦૧૫ અને ૨૦૧૭ના પુરમાં ૭ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા મહામહેનતે દર્દીઓ તેમજ સ્ટાફને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો વધુ વરસાદ પડયો હોત તો ફરીથી તેવી સ્થિતિ ઉભી થાત.

બનાસકાંઠા જિલ્લામાં પડેલ વરસાદી આંકડા

તાલુકો મીમી કુલ

અમીરગઢ ૪૫ ૧૬૬

ભાભર - ૭૨

દાંતા ૧૪ ૧૭૬

દાંતીવાડા ૨૨ ૪૯

ધાનેરા ૭૪ ૧૩૮

દિયોદર ૧૩ ૧૧૩

ડીસા ૬૦ ૧૧૯

કાંકરેજ ૯ ૬૯

પાલનપુર ૨૮ ૧૦૯

થરાદ ૦ ૯૧

વાવ ૨ ૧૬

વડગામ ૫ ૯૫

લાખણી ૪૬ ૯૦

સુઈગામ ૦૦ ૧૦૮



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32bH0DS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages