વરખડીયા ગામમાં સગીરા બળાત્કાર કેસમાં આરોપીને 10 વર્ષની કેદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 July 2019

વરખડીયા ગામમાં સગીરા બળાત્કાર કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

મહેસાણા,તા.4 જુલાઈ 2019, ગુરૂવાર

કડી તાલુકાના વરખડીયા ગામમાં પોણા બે વર્ષ પૂર્વે સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને મહેસાણાની એડી. સેસન્સ કોર્ટે બળાત્કાર સહિત પોસ્કોની કલમ હેઠળ ૧૦ વર્ષની સજા અને ૫ હજારનો દંડ તેમજ ભોગ બનનાર પીડિતાને વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડીના વરખડીયા ગામમાં એક પરિવારની સગીર દિકરી પર ટેબાવાળા તરીકે ઓળખાતા ખેતરમાં એરંડાના વાવેતરમાં ગામનો ઠાકોર મહેશજી વાઘાજીએ તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જેની તા.૨૨-૧૨-૧૭ના રોજ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે કેસ મહેસાણાના સ્પેશ્યલ પોસ્કો જજ એચ.આર.રાવલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જ્યંતિભાઈ વ્યાસની દલીલો ધ્યાને લઈ આરોપીને બળાત્કારના ગુનામાં કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૃ.૫ હજારના દંડની સજા ફટકારી હતી અને આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ પોસ્કોની કલમ હેઠળ ૩ વર્ષની કેદ અને રૃ.૫૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કરવામાં આવ્યો. આરોપી કુલ ૧૦,૫૦૦ દંડ અને વિવિધ કલમો હેઠળ ૧૦ વર્ષની સજા ભોગવવાની રહેશે તેમજ ભોગ બનનાર પિડીતાને વળતર ચુકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NxsDXg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages