આ વિચારધારાની લડાઈ છે હજી દસ ગણા જુસ્સાથી લડીશઃરાહુલ ગાંધી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 July 2019

આ વિચારધારાની લડાઈ છે હજી દસ ગણા જુસ્સાથી લડીશઃરાહુલ ગાંધી


મુંબઇ, 4 જુલાઈ 2019, ગુરુવાર

પત્રકાર ગૌરી લંકેશની હત્યાના કેસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કરેલા આરપો પ્રકરણે પોતે નિર્દોષ છે અને પોતે કરેલા આરોપ પર કાયમ હોવાનુ સ્પષ્ટીકરણ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મુંબઈ આવેલા રાહુલ ગાંધીએ કોર્ટમાં આપ્યું હતું.

આ પ્રકરણે મુંબઈનાશિવડીમેટ્રોપોલિટન મેજિસ્ટ્રેેટ કોર્ટે ૧૫ હજારની શ્યોરિટી પર રાહુલ ગાંધીને જામીન મંજૂર કર્યા હતા.

કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે ૧૫ હજારની જામીનની રકમ ભરી હતી. પત્રકાર ગૌરી લંકેેશની હત્યા રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘની વિચારસરણીને લીધે થઈહોવાનું ટ્વીટ રાહુલ ગાંધીએ કર્યું હતું. આના વિરોધમાં આરએસએસના કાર્યકર્તા અને વકિલ ધૃતિમન જોશીએ બદનક્ષીનો કેસ કર્યો હતો. આ પ્રકરણની સુનાવણી થઈ હતી.

આ એક વિચારધારાની લડાઈ છે. હું ગરીબ, ખેડૂતો, મજૂરની પડખે ઊભો છું. આક્રમણ થાય છે, મજા આવે છે. આ લડાઈ ગત પાંચ વર્ષથી જેમ લડી રહ્યો છું એનાથી દસ ગણા જુસ્સાથી લડીશ, એવી પ્રતિક્રિયા રાહુલે કોર્ટની બહાર પ્રસારમાધ્યમ સમક્ષ જણાવ્યું હતું.

દરમ્યાન કોર્ટ પરિસરમાં કોંગ્રેસના મુંબઈના નેતાઓ અને કાર્યકર્તાઓની ભીડ જમા થઈગઈહતી અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હોવાથી તેમને કોર્ટમાં પ્રવેશવા દેવાયા નહોતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/329f2ZK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages