
મુંબઈ, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર
મુંબઈમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં મેઘરાજાએ આજે ખમૈયા ખાધા હતા. જેથી મુંબઈગરાને રાહત કરી હતી. જોકે શહેરમાં વૃક્ષ શોર્ટ સર્કીટ તેમજ દિવાલ પડવાની દુર્ઘટનાનો સિલસિલો કાયમ હતો.
આગામી ૨૪ કલાક દરમિયાન આકાશ વાદળોથી ઘેરાયેલું હશે. શહેરમાં સુસવાટાભેર પવન ફૂંકાશે સાથોસાથ હળવાથી ભારે વરસાદના ઝાપટાઓ પડશે. આવતી બપોરે ૨.૦૬ વાગ્યે દરિયામાં મોટી ભરતી છે અને મોજા ૪.૭૮ મીટર ઊંચા ઉછળશે.
આજે સાંતાક્રુઝ ખાતે ૨૩ મિ.મિ. (એક ઈંચ) અને કોલાબા ખાતે ૧૫.૨ મિ.મિ. વરસાદ વરસ્યો હતો. શહેરમાં ૨૨ ઠેકાણે શોર્ટ સર્કીટ બનાવ બન્યા હતા એમાં તળમુંબઈમાં ૧૪ ઠેકાણે, પૂર્વ ઉપનગરમાં ૭ અને પશ્ચિમ ઉપનગર એકનો સમાવેશ થાય છે.
શહેરભરમાં ૩૦ ઠેકાણે વૃક્ષો તૂટી પડ્યા હતા. એમાં પશ્ચિમ ઉપનગરમાં ૧૩, તળમુંબઈમાં ૯ અને પૂર્વ ઉપનગરમાં ૮ વૃક્ષનો સમાવેશ થાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NNll23
No comments:
Post a Comment