વિમ્બલ્ડનમાં ફેડરર-યોકોવિચનો વિજયી પ્રારંભ: ઝ્વેરેવ, થિયમ, સિત્સિપાસ બહાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 July 2019

વિમ્બલ્ડનમાં ફેડરર-યોકોવિચનો વિજયી પ્રારંભ: ઝ્વેરેવ, થિયમ, સિત્સિપાસ બહાર



લંડન, તા. 2 જુલાઈ 2019, મંગળવાર

વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં  નવમી વખત ચેમ્પિયન થવાના ઈરાદા સાથે રમી રહેલા ૩૭ વર્ષીય ફેડરરે સાઉથ આફ્રિકાના લોઈડ હેરિસ સામે ૩-૬, ૬-૧, ૬-૨, ૬-૨થી વિજય મેળવતા બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે રમાયેલી મેચમાં વર્લ્ડ નંબર વન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન યોકોવિચે ૬-૩, ૭-૫, ૬-૩થી જર્મનીના કોલ્સ્ચેઈબેરને હરાવીને આગેકૂચ કરી હતી.

જોકે પ્રથમ રાઉન્ડમાં હાઈ રેન્ક ધરાવતા ત્રણ ખેલાડીઓ હારતાં મેન્સ સિંગલ્સમાં મેજર અપસેટની હારમાળા સર્જાઈ હતી. અમેરિકાના સેમ ક્વેરીએ પહેલા જ રાઉન્ડમાં પાંચમો સીડ ધરાવતા ફ્રેન્ચ ઓપનના ફાઈનલીસ્ટ એવા ઓસ્ટ્રિયાના થિયમને ૬-૭ (૪-૭), ૭-૬ (૭-૧), ૬-૩, ૬-૦થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કિર્ગિઓસે ૭-૬ (૭-૪), ૩-૬, ૭-૬ (૧૨-૧૦), ૦-૬, ૬-૧થી તેના જ દેશના થોમ્પસનને હરાવ્યો હતો. 

છઠ્ઠો સીડ ધરાવતા ઝ્વેરેવને ચેક રિપબ્લિકના જીરી વેસ્લીએ ૪-૬, ૬-૩, ૬-૨, ૭-૫થી પરાસ્ત કર્યો હતો. સાતમો સીડ ધરાવતા ગ્રીસના સિત્સિપાસનો ૪-૬, ૬-૩, ૪-૬, ૭-૬ (૧૦-૮), ૩-૬થી ઈટાલીના ફાબિયાનો સામે પરાજય થતાં અપસેટ સર્જાયો હતો. ફ્રાન્સના સાવ અજાણ્યા કહી શકાય તેવા ખેલાડી હમ્બર્ટ સામે મોન્ફિલ્સ ૬-૭ (૬-૮), ૩-૬, ૬-૪, ૭-૫, ૩-૦થી પાછળ હતો, ત્યારે ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો હતો. 

ફ્રાન્સના મોઉટેટે બલ્ગેરિયાના ડિમિટ્રોવને ૨-૬, ૩-૬, ૭-૬ (૭-૪), ૬-૩, ૬-૧થી હરાવ્યો હતો. અમેરિકાના ફિટ્ઝે ચેક રિપબ્લિકના ટોમસ બર્ડિચને ૬-૪, ૬-૪, ૬-૩થી હરાવ્યો હતો.

વિમેન્સ સિંગલ્સમાં ટોપ સીડ ધરાવતા ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીએ ચીનની ઝેંગ સામે ૬-૪, ૬-૨થી જીત મેળવી હતી. જર્મનીની કેર્બરે ૬-૪, ૬-૩થી તેના જ દેશની મારિયાને અને અમેરિકાની સ્ટેફન્સે સ્વિત્ઝર્લેન્ડના બાસ્કીસ્ઝ્કીને ૬-૨ ,૬-૪થી હરાવી હતી. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xoS3M5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages