રિયો, તા. 2 જુલાઈ 2019, મંગળવાર
આવતીકાલે બ્રાઝિલ અને આર્જેન્ટીના વચ્ચે કોપા અમેરિકાની હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલ રમાશે. મેસી સહિતના સુપરસ્ટાર્સની હાજરીને કારણે આર્જેન્ટીના જીતવા માટે ફેવરિટ મનાય છે. જોકે નેમારની ગેરહાજરી છતાં બ્રાઝિલને અણધારી જીત અપાવવાનો ઈરાદો ફિલિપ્પે કોઉટિન્હો, ગેબ્રિયલ, એવર્ટન જેવા ખેલાડીઓ ધરાવે છે. કોપા અમેરિકાનો સેમિ ફાઈનલ મુકાબલો ભારતીય સમય પ્રમાણે પરોઢે ૬.૦૦ વાગ્યાથી શરૂ થશે. આ પછી ગુરુવારે પરોઢે ચિલી અને પેરૂ વચ્ચે અન્ય સેમિ ફાઈનલ રમાશે.
બ્રાઝિલે ક્વાર્ટર ફાઈનલમાં પારાગ્વે સામે ૦-૦થી મેચ બરોબરી પર રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી વિજય મેળવ્યો હતો. જ્યારે આર્જેન્ટીનાએ વેનેઝુએલાને ૨-૦થી હરાવ્યું હતુ. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચિલીએ કોલંબિયા સામેની મેચ ૦-૦થી બરોબરી પર રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી વિજય મેળવ્યો હતો. ઉરૂગ્વે અને પેરૂની મેચ પણ ૦-૦થી બરોબરી પર રહી હતી. આ પછી પેરૂ પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી જીત્યું હતુ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LA3kkM
No comments:
Post a Comment