નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ઝાડી-ઝાંખરાનું મીની જંગલ બન્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 July 2019

નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ઝાડી-ઝાંખરાનું મીની જંગલ બન્યું


(પ્રતિનિધિ દ્વારા) સુરત ,તા. 02 જુલાઈ 2019, મંગળવાર

સુરત નવી સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજના તંત્ર લાલીયાવાડીથી ચાલે છે જ્યારે બીજી તરફ નવી સિવિલ કેમ્પસ મીની જંગલનું રૂપ ધારણ કરી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લટાર મરશો તો લાગશે જાણે કોઈ જંગલમાં પહોંચી ગયા હો.   તંત્રના બેધ્યાનપણાને કારણે ડોક્ટર સહિત કર્મચારીઓમાં ફફડાટ ફેલાયેલો છે. 

ચોમાસાની તુ શરૂ થઈ ગઈ છે. વરસાદને કારણે હાલ ડાંગના જંગલો લીલાછમ થઇ ગયા છે.  સુરત નવી સિવિલ હોસ્પિટલની પાછળ પણ આવુ જ લીલુછમ જંગલ ધીરે ધીરે મોટુ થઇ રહ્યુ છે.  ઘણા સમયથી ઘાસ, ઝાડી-ઝાખરા વહીવટી તંત્ર દ્વારા કાપવામાં આવ્યા નથી. જેથી આ ઝાડી વિકરાળ બની જતા હવે આ જગ્યા  જાણે મીની જંગલ બની ગયું હોય તેવુ લાગી રહ્યું છે. અમુક ડોક્ટર અને કર્મચારી ને ત્યાં વેકેશનમાં મહેમાન આવતા હોય છે  તે મહેમાનો પણ મોટા મોટા ઝાડી-ઝાંખરા જોઈને ગભરાઈ ગયા હોવાનું ડોક્ટર સૂત્રોએ જણાવ્યું હતુ.

જ્યારે ડોક્ટર સહિત કર્મચારીઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે તેઓએ મોટા ભાગે  દરવાજો બંધ રાખવો પડે છે. કારણ કે દરવાજો ખુલ્લો રાખે તો સાપ, નોળિયા, જીવ, જંતુઓ ઘરમાં ઘૂસી શકે છે. એટલું જ નહિ પણ મચ્છરનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાત્રીના સમયે કેમ્પસમાં લટાર મારવા નીકળો તો જાણે મીની જંગલમાં આવી ગયા હોય એવું લાગે છે.

નોંધનીય છે કે મેડિકલ કોલેજ તંત્ર અને પી.આઈ.યુ સેલ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી આવી પરિસ્થિતિથી સર્જાઇ હોવાનું સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ચર્ચાઈ રહ્યું છે. જો ઝાડીને લાંબા સમય સુધી કાપવામાં નહીં આવે તો શક્ય છે એને કારણે કોઇ બિમારી પણ ઉદ્ભવી શકે છે.

જંગલમેં મોર નાચા કિસને દેખા? ડોક્ટરને દેખા...

બીજીતરફ જંગલમાં અમુક સારી બાબતો પણ હોય છે. આ મીની જંગલ બનવા જઇ રહેલા સિવિલ કેમ્પસમાં રાષ્ટ્રીય પક્ષી મોરની કળા પણ લાઇવ  દેખાઇ છે. હિન્દીમાં કહેવત છે કે જંગલમે મોર નાચા કિસને દેખા? પણ આ મીની જંગલ છે એટલે ડોક્ટર્સ - કર્મચારીઓ તેને જોઇ શકે છે. આ દ્રશ્ય નિહાળીને ડોક્ટરો અને તેમના પરિવારજનો ચોક્કસ  આનંદનો અનુભવ કરે છે. અને ખુબસુરત પળને મોબાઇલમાં પણ કેદ કરી લે છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yw412m

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages