નવી મુંબઈની સ્કૂલ પાસે બોમ્બ મૂકવાને ત્રણ આરોપીની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 July 2019

નવી મુંબઈની સ્કૂલ પાસે બોમ્બ મૂકવાને ત્રણ આરોપીની ધરપકડ


મુંબઇ, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર

નવી મુંબઈ સ્થિત કળંબોલીમાં બોમ્બ મળવાના ચકચારજનક કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સદનસીબે બોમ્બમાં ખામી સર્જાતા વિસ્ફોટ થયો નહોતો. આરોપીઓ વિસ્ફોટ કરી બિલ્ડને ધમકાવીને ખંડણીની રકમ વસુલ કરવા માગતા હતા. કરજ થઈ જતા આરોપી ઝડપથી પૈસા મેળવવા માગતા હતા. આમ છેવટે પોલીસને તપાસ દરમિયાન આ આતંકી કાવતરું ન હોવાનું માલૂમ પડયું છે.

આ મામલામાં પુણેના કોંઢવાના સુશીલ સાઠે (ઉં. વ. ૩૫), નવી મુંબઈના ઉલવેના મનિષ ભગત (ઉં. વ. ૪૫), દિપક દાંડેકર (ઉં.વ. ૫૫)ને પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ત્રિપુટીપાસેથી બાઇક, લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

નવી મુંબઈના કળંબોલીમાં સુધાગડ સ્કૂલના પ્રવેશદ્વાર પાસે જ હાથગાડી પર બોમ્બ મળી આવ્યો હતો. સ્કૂલના વોચમેને સૌ પ્રથમ આ બોમ્બ જોયો હતો. બાદમાં પોલીસ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પછી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની મદદથી આ બોમ્બ નિષ્ક્રીય કરવામાં આવ્યો હતો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) તુષાર દોશીએ જણાવ્યું હતું કે 'આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા પોલીસની છ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. તેમણે અંદાજે ૪૦ સીસીટીવી કેમેરાની ફૂટેજની તપાસમી કરી હતી. જેના આધારે અને અન્ય માહિતી મેળવીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ બોમ્બ બનાવવા એમોનિયમ નાઇટ્રેટ અને જીલેટીન સ્ટીકનો ઉપયોગ કર્યો હતો.

આરોપી સાઠે અને દાંડેકરને કરજ થઈ જતા પૈસા જોઈતા હતા. આ સ્કૂલની બાજુમાં બિલ્ડરનું ઘર હતું. તેમણે બિલ્ડરના ઘરની બહાર સ્ફોટ કરવાનું કાવતરું ઘડયું હતું. તેઓ વિસ્ફોટ કરી બિલ્ડરને ધમકાવીને તેની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના હતા. તેઓ ખંડણી માટે અન્ય બિલ્ડરના ઘરની બહાર પણ ધડાકો કરવાના હતા.

ટાઇમ બોમ્બમાં ખામી સર્જાતા બિલ્ડરના ઘરની પાસે સ્ફોટ થઈ શક્યો નહોતો. અલગ જ  મોડસ ઓપરેન્ડીથી આરોપીઓએ ખંડણીની રકમ મેળવવાનો પ્રયત્ન કરતા ખળભળાટ મચી ગયો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ckICi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages