તાલાલામાં સફાઈ કામદારો છ માસથી હડતાળ પર, સ્વખર્ચે સફાઈ કરાવાતા લોકો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 July 2019

તાલાલામાં સફાઈ કામદારો છ માસથી હડતાળ પર, સ્વખર્ચે સફાઈ કરાવાતા લોકો


તાલાલા (ગીર), તા. 04 જુલાઈ 2019, શુક્રવાર

તાલાલામાં ભાજપ શાસિત  નગરપાલિકાનાં  પદાધિકારીઓ તથા સફાઈ કામદારો વચ્ચે થયેલા ઝઘડાને કારણે પાલિકાના સફાઈ કામદારો છ માસથી હડતાલ ઉપર  હોય, તાલાલા નગરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ જામ્યા છે. ગમે ત્યારે રોગચાળો માથુ ઉચકવાની ભીતિ છે. આવી  સ્થિતી છતાં નિંભર અધિકારીઓ-પદાધિકારીઓ બેપરવાહ હોવાથી લોકો હવે સ્વ ખર્ચે સફાઈ કરાવા લાગ્યા છે.

તાલાલામાં સ્ટેશન રોડ ઉપર આવેલ સત્યમ સોસાયટીમાં ૫૦ પરિવારો રહે છે. સફાઈ કામદારોની હડતાલને કારણે આ વિસ્તારમાં સફાઈના નામે મીંડુ હોય, સોસાયટીના રહેવાસીઓએ એકત્ર થઈ સ્વખર્ચે જે.સી.બી. બોલાવી સોસાયટીમાંથી ગંદા પાણીનો નિકાલ કરી એકઠો થયેલ કચરાના ઢગલા તથા કાદવ કિચડ સોસાયટીની બહાર કાઢી આખી સોસાયટીને સ્વચ્છ કરી હતી.

સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સફાઈના અભાવે મોસમના પ્રથમ વરસાદ સાથે સોસાયટીમાં ગંદા પાણીનો ભરાવો તથા કચરાના ઢગલાને કારણે ગમે ત્યારે રોગચાળો પ્રસરે તેવી સ્થિતી હતી. 

તાલાલા શહેરમાં ઠેર-ઠેર એકત્ર થયેલ કચરાના ઢગલાને કારણે શહેરમાં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તે પહેલા નગર પાલિકાના પદાધિકારીઓ નિંભરતા છોડી સફાઈ કામદારોની હડતાલ પુર્ણ કરાવે અને શહેરમાંથી કચરો અને ગંદકી દુર કરાવી પ્રજાના આરોગ્ય સામેનો ખતરો દુર કરવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NyW4bG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages