પ્રેમીકાનાં ભાઈ દ્વારા યુવાનની હત્યા, ચાર શખ્સો સામે ગુનો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 July 2019

પ્રેમીકાનાં ભાઈ દ્વારા યુવાનની હત્યા, ચાર શખ્સો સામે ગુનો


રાજકોટ, તા.4 જુલાઈ 2019, ગુરુવાર

ગોંડલનાં ચરખડી ગામે રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતાં જયેશ ઉર્ફે જય કિશોરભાઈ વેગડવા નામના ં૧૯ વર્ષનાં ખાંટ યુવાનની ગઈકાલે રાત્રે લોધીકાનાં કાલંભડી ગામે તેની પ્રેમિકાનાં ભાઈ અને અન્ય સંબંધીઓએ મળી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં જયનાં પિતરાઈ ભાઈ દિલીપ વેગડવા ઉપર પણ હુમલો થયો હતો. પ્રેમિકાને મળવા જતાં આ ઘટના બની હતી.

પોલીસ તરફથી જાણવા મળ્યા પ્રમાણે, જયેશ ગઈકાલે પિતરાઈ ભાઈ દિલીપ કાળુભાઈ વેગડવા કે જે પણ ચરખડી ગામે રહે છે તેની સાથે બાઈક પર બેસી લોધીકાનાં કાલંભડી ગામે રહેતી પ્રેમિકા દર્શનાને મળવા ગયો હતો. મોડીરાત્રે બે વાગ્યાની આસપાસ દર્શનાનાં ભાઈ અંકિતને આ બાબતની જાણ થઈ જતાં તેણે અન્ય ત્રણ આરોપીઓ સાથે મળી જયેશ ઉપરાંત દિલીપનો મોબાઈલ ફોન આંચકી લીધા બાદ બંને ઉપર લાકડી અને કેબલ વાયર વડે તૂટી પડયા હતાં.  


ખાસ કરીને જય ઉર્ફે જયેશને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ બંનેને છોડી દીધા હતાં. જેથી દિલીપ બાઈક પાછળ જયેશને બેસાડી ઘરે લઈ જતો હતો ત્યારે રસ્તામાં ડેરૈયા ગામ પાસે જયેશ બેભાન થઈ જતાં તેનાં પરિવારજનોને જાણ કરી હતી. થોડીવાર પછી તેણે દમ તોડી દેતા બનાવ ખૂનમાં  પલ્ટાયો હતો.  

શરૂઆતમાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ કરી હતી. ત્યારબાદ હુમલો કાલંભડી થયાનું ખુલતાં લોધીકા પોલીસે તપાસમાં ઝુકાવી ઈજાગ્રસ્ત દિલીપની ફરિયાદ પરથી આરોપીઓ અંકિત મગનભાઈ ખાંટ, વિશાલ રમેશ વરાણ, નરવીન સોમાભાઈ વરાણા અને ગજેન્દ્ર કુશાભાઈ વરાણ વિરુધ્ધ ખૂનનો ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.  લોધીકા પોલીસની હદમાં ગત શુક્રવારે ગોપાલ વાઘેલા નામના દલીત યુવાનની હિસ્ટ્રીશીટર ઈશાક ઉર્ફે ધોઘાએ હત્યા કરી નાખી હતી. આ કેસની તપાસમાં હજુ પોલીસ રોકાયેલી હતી ત્યાં આજે બીજી  હત્યા થઈ ગઈ હતી.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RY99Ke

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages