
મુંબઇ, તા. 3 જુલાઈ 2019, બુધવાર
કરપડા સૂકાવતી વખતે વીજળીનો કરંટ લાગતા નાગપુરમાં દેરાણીને બચાવવા જતા જેઠાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ બંને મહિલાનામોતથી ભાજીપાલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
નાગપુર સિૃથત બેલબજાર પરિસરમાં રહેતા વિજય ભાજીપાલેના લગ્ન જ્યોત્સના (ઉં.વ.૩૭) અને તેના ભાઇ દિલીપ ભાજીપાલેના લગ્ન આશા (ઉં.વ.૪૫) સાથે થયા હતાં. આંગણામાં લોખંડના તાર પર જ્યોત્સના કપડા સૂકવતી હતી. ત્યારે જ્યોત્સનાને વીજળીનો આંચકો લાગ્યો હતો તેણે જીવ બચાવવા બૂમો પાડી હતી. તે સાંભળીને જેઠાણી આશા મદદ માટે દોડી આવી હતી. પણ તેને પણ કરંટ લાગ્યો હતો. બાદમાં વીજપુરવઠો બંધ કરીને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પણ આ દેરાણી- જેઠાણીના મોત નિપજ્યા હતાં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32bRvYb
No comments:
Post a Comment