
- આમ કરવાથી વરસાદ પાણી ભરાતુ અટકાવી શકાશે તેમજ મુંબઇગરાને જંગલની હરિયાળીમાં વિહાર આનંદ મળશે
મુંબઇ, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર
મુંબઇમાં સતત કપાઇ રહેલા વૃક્ષોને કારણે પર્યાવરણને નુકસાનીની ભરપાઇ માટે મુંબઇ મહાનગર પાલિકાએ નવો વિકલ્પ શોધી કાઢયો છે. તેમજ પાણી ભરાતુ અટકાવવા મુંબઇમાં પાંચ પ્લોટ પર અર્બન ફોસ્ટ (જંગલ) ઉભુ કરાશે. આવું મુંબઇમાં પ્રથમવખત બની રહ્યું છે. એમાં વૃક્ષ રોપણનું કામ ઝડપથી શરૂ થશે જેથી કરીને ચોમાસાના વરસાદ વૃક્ષો મજબૂત બની શકે. આ સંકર્પના સાકાર થયા બાદ મુંબઇગરા આ પ્લોટસમાં ફરતા હશે ત્યારે તેઓ જંગલમાં વિહાર કરતાં હોય એવો અનુભવ થશે.
મુંબઇ શહેરમાં પાંચ પ્લોટસ જંગલ ઉભા કરવાનો છે. એમાં બે કાંદિવલી, અને એક-એક કુર્લા, બાંદરા તેમજ ચાંદીવલીમાં થશે. એક લાખ ચો. મીટરમાં પીપળો તથા આંબાના વૃક્ષ લગાડવામાં આવશે. જે અનેક વર્ષો સુધી ટીકી રહે અને હરિયાળી ફેલાવશે.
આ સંદર્ભે પ્રસ્તાવ તૈયાર થઇ રહ્યો છે. તેની મંજૂરી મળ્યા બાદ તાકીદે કામ હાથ ધરાશે, એમ પાલિકાના એક અિધકારીએ જણાવ્યું હતું. શહેરમાં પ્લોટ પર જંગલ ઉભુ કરવાથી વરસાદી પાણી ભરાવવાની પણ સ્સ્યા ઘટશે. પાંચ પ્લોટ પણ જંગલ વિકસિત કરતી સમયે ખાસ તેમાં ધ્યાન રાખવું પડશે. તેમાં માત્ર બેંચ તથા ટ્રેક જ હશે.
વૃક્ષોની હરિયાળી હેઠળ બેન્ચ હશે. જ્યાં લોકો વૃક્ષોની નીચે બેસીને ઠંડા પવનનો અને છાંયડાનો આનંદ માણી શકશે. તેમજ વૃક્ષોની વચ્ચે ચાલવા ટ્રેક હશે. આ સિવાય અહીં કોઇપણ પ્રકારનું નિર્માણ કાર્ય નહિ થાય. જંગલના નિર્માણ માટે પાલિકા કમિશનરે નિષ્ણાતોની રાય લીધી હતી.
કુર્લામાં ૨૭,૦૦૦ ચો. મીટરનો આનંદીબાઇ સુર્વે ઉદ્યાન, અને બાંદરા ફોર્ટમાં ૨૬,૦૦૦ ચો.મી. હિસ્સામાં અર્બન ફોરેસ્ટ ઉભુ થશે. બાકીના હિસ્સો મનોરંજન ઉદ્યાન હશે. જ્યારે કાંદિવલીમાં ૩૭,૦૦૦ ચો.મી. અને ૧૯૦૦૦ ચો.મી. સ્ટેપ ગાર્ડનમાં અર્બન ફોરેસ્ટ ઉભુ કરાશે. ચાંદીવલીમાં ૩૩,૪૭૪ ચો.મી. પ્લોટ પર હાલમાં વૃક્ષોની હરોળ છે. પણ તેને વ્યવસિૃથત રીતે વિકસાવવામાં આવશે, એમ પાલિકાના અિધકારીએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3222fIi
No comments:
Post a Comment