વિસનગરમાં આધારકાર્ડ માટે ટોકન લેવા સવારે 5 વાગે લાઇન લાગે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 July 2019

વિસનગરમાં આધારકાર્ડ માટે ટોકન લેવા સવારે 5 વાગે લાઇન લાગે છે

વિસનગર તા.5 જુલાઈ 2019, શુક્રવાર

સરકારે આધાકાર્ડનું મહત્વ વધારતા લોકો આધારકાર્ડ માટે જાગૃત બન્યા છે. ત્યારે મહેસાણા જિલ્લા વહિવટી તંત્રની ઉદાસીનતાના કારણે વિસનગરમાં આધારકાર્ડ સુધારા વધારા તથા નવા એનરોલમેન્ટ માટે સવારે ૫.૦૦ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવું પડતા તંત્રની નિષ્કાળજીના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

વિસનગરમાં તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં તાલુકાનું એક માત્ર આધારકાર્ડ કેન્દ્ર આવેલું છે. જે કેન્દ્રમાં અત્યારે બે કીટ કાર્યરત છે. આધારકાર્ડમાં સુધારો વધારો કરવા તથા નવી નોધણી માટે આ કેન્દ્રમાં છેલ્લા એક માસથી ભારે ઘસારો વધ્યો છે. વિસનગરમાં આધારકાર્ડ માટે બીજી કોઇ વ્યવસ્થા નહી હોવાથી ગ્રામજનોને આધારકાર્ડ કેન્દ્રમાં ટોકન લેવા માટે સવારે ૫.૦૦ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવું પડે છે. આધાર કાર્ડ કેન્દ્રના સંચાલક ૧૦.૦૦ કલાકે આવી રોજના ૪૦ થી ૫૦ ટોકન આપે છે. બાકી રહી ગયેલા લોકોને બીજા દિવસે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવું પડે છે.

વિસનગરમાં આધારકાર્ડ કેન્દ્રમાં ધસારો વધવા પાછળનું કારણ તપાસતા જાણવા મળ્યું છેકે વડનગર અધારકાર્ડ કેન્દ્રનો ઓપરેટર પગાર નહી મળવાના કારણે બંધ થઈ ગયો છે. જે તાલુકાના લોકોનો વિસનગર આધારકાર્ડ કેન્દ્રમાં ઘસારો વધ્યો છે. વળી સ્કૂલમાં બાળકોને આધારકાર્ડ માટેની જે કીટ હતી તે વ્યવસ્થા બંધ કરવામાં આવતા અત્યારે સ્કૂલમાં બાળકોને આધારકાર્ડની જરૃરીયાત ઉભી થતા જે ઘસારો પણ વધ્યો છે. સરકારની યોજના પ્રમાણે હવે દરેક ક્ષેત્રે આધારકાર્ડની જરૃરીયાત ઉભી થાય છે.ત્યારે આધારકાર્ડમાં સુધારા વધારા તેમજ નવી નોંધણી માટેની કોઇ વ્યવસ્થા નહી હોવાથી વહિવટી તંત્રની નિષ્કાળજી તથા નિષ્ક્રીયતાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XLL6n3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages