મહુધાના ધંધોળીમાં આતંક મચાવનાર કપિરાજને તંત્રએ અંતે પાંજરે પૂર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 July 2019

મહુધાના ધંધોળીમાં આતંક મચાવનાર કપિરાજને તંત્રએ અંતે પાંજરે પૂર્યો


મહુધા, તા. 5 જુલાઈ 2019, શુક્રવાર

મહુધા તાલુકાના ધંધોળી ગામે કપીરાજે આતંક મચાવ્યો હતો.કપીરાજે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિઓને બચકા ભરીને ઘાયલ કર્યો હતા.જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાયો હતો.અંતે કપીરાજને વનવિભાગ દ્વારા રેસક્યુ કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો.

ધંધોડી ગામમાં મુખ્યરસ્તાઓ ઉપર પસાર થતા ગ્રામજનોને એક વિફરેલો વાનર બચકા ભરતો હતો.જેથી ગ્રામજનોએ આ બનાવ અંગે મહુધા વન વિભાગને જાણ કરી હતી.જો કે કપીરાજે ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિઓ બચકાભરીને ઘાયલ કરવામાં આવ્યા હતા.જેમાં મુળજીભાઇ મોતિભાઇ પટેલને પગના ભાગે બચકા ભર્યો હતા.જેના કારણે મુળજીભાઇને ૩૨ જેટલા ટાકા લેવા પડયા હતા.

જ્યારે બે વ્યક્તિઓ સામાન્ય ઇજાઆનેે પહોચાડવામાં આવી હતી.આથી  વનવિભાગે ધંધોળી વિસ્તારમાં એક પાંજરુ મુકવામાં આવ્યુ હતુ.બે દિવસની મહેનત બાદ આજરોજ કપીરાજ પાંજરે પુરાયો હતો.

આ અંગે વનવિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આ કપિરાજને વિરપુરના જંગલોમાં છોડી મુકવામાં આવશે.પાંજરે પુરોયેલા કપીરાજને જોવા માટે ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.

જ્યારે કપીરાજ પાંજરે પુરાયો તેવા સમાચાર આસપાસના વિસ્તારમાં પ્રસરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.અને ગ્રામજનોએ  મહુધા વનવિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30eGfs2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages