પાટણ તા.5 જુલાઈ 2019, શુક્રવાર
પાટણ યુનિવર્સીટી માં આજે એક દુર્ઘટના બની હતી. જેમાં સ્પોર્ટ સંકુલનો એક સ્લેબ ધારાશાયી થતા ૪ જેટલા મજૂરો દટાયા હતા. જેઓને ઇજાઓ થતા તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે સ્પોટ સંકુલ સહિત કોલેજ કેમ્પસમાં અફડા તફડી મચી હતી.
આ અંગે ઘટના સ્થળે થી પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ યુનિવર્સીટીના સારી રિકશિક્ષણ વિભાગમાં સ્પોર્ટની પ્રવૃતિઓ ને લગતી કામગીરી ચાલી રહી છે. જેમાં અહી સ્પોર્ટ સંકુલ બની રહ્યું છે. અને તેની કામગીરી પૂર્ણતાને આરે આવી રહી છે. ત્યારે સ્પોર્ટ સંકુલ નો એક સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી. અને લોખંડની એંગલો થી સેંટીંગની કામગીરી દરમ્યાન સાંજના સમયે આ સ્લેબ એકા એક ધરાશયી થયો હતો. અને અત્રે કામ કરતા મજુરોમાં થઇ ૪ મજૂરો દબાયા હતા. આ ઘટના બનતા અફરાતફરી મચી હતી. અને બચાવ કામગીરી એક બાજુ ચાલી રહી હતી. તો બીજી બાજુ ૧૦૮ને કોલ કરતા તે ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્તોને સારવાર આપી વધુ સારવાર માટે ધારપુર લઇ જવાયા હતા.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30jcjuV
No comments:
Post a Comment