- ઔરંગાબાદમાં ઝવેરીની દુકાનમાંથી 27 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 July 2019

- ઔરંગાબાદમાં ઝવેરીની દુકાનમાંથી 27 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી


મુંબઈ, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર

ઔરંગાબાદમાં વામન હરી પેઠે જવેલર્સની દુકાનમાંથી ૨૭ કરોડ રૂપિયાની કિંમતના ૫૮ કિલો સોનાના દાગીના ચોરી કરવાનો કેસ પોલીસે ઉકેલી લીધો છે. આ મામલામાં દુકાનના મેનેજર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મેનેજરે અન્ય વેપારી સાથે મળીને દાગીનાની ચોરી કરી હોવાનું કહેવાય છે.

ઔરંગાબાદ સ્થિત સમર્થનગર પરિસરમાં આવેલા વામન હરી પેઠે જવેલર્સના અંકુર રાણે મેનેજર હતો. તેણે દુકાનમાં દાગીના ચોરી કર્યા હતા. પછી દાગીના વેચી દીધા હોવાનું કહેવાય છે. આરોપીએ પકડાય ન જવાય માટે દાગીનાના ખોટા બિલ બનાવ્યા હતા. બીજી તરફ દુકાનના માલિકે જ્યારે દાગીનાની તપાસણી કરી ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી. આ બાબત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ કરી આરોપીઓને પકડયા હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JkeK9G

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages