પાલનપુર,તા.4 જુલાઈ 2019, ગુરૂવાર
પાલનપુરમાં અષાઢી બીજના પાવન પર્વે શ્રીરામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા પરંપરાગત ભગવાન જગન્નાથજીની વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેને લઈ શહેરીજનો ભગવાનની ભક્તિમાં તરબોળ બન્યા હતા. વહેલી સવારે શરૃ થયેલ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારનું પરિભ્રમણ કરીને સાંજે નિજ મંદિરે પરત ફરી હતી.
શહેરના મોટારામજી મંદિર ખાતે સવારે ભગવાનની વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ ભવ્ય શોભાયાત્રાનું નગરમાં પ્રસ્થાન થયું હતું. જેમાં નાની બજાર, મોટી બજાર, ત્રણબત્તી, હનુમાનશેરી, ગોબરડી રોડ, અંબિકાનગર હાઈવે વિસ્તાર સહિતના વિસ્તારોમાં ફરી હતી. જેમાં ત્રણબત્તી અને નાની બજાર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અને વિવિધ વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ભગવાનની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરમાં વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટા રામજી મંદિરના મહંત ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ, નિર્મોહી અખાડાના તેમજ રામાનંદ સંપ્રદાયના મહંતો અને કેશરી સાફામાં હિન્દુ સંગઠનોના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં ૬૩૭ પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનોએ ખડેપગે ફરજ બજાવી હતી.
આ શોભાયાત્રામાં એક હાથી ચાર ઘોડા ત્રણ રથ ચાર ઊંટ ગાડીઓ, ૧૦ જેટલી ભજન મંડળીઓ તેમજ કરતબ બાજો દ્વારા વિવિધ સ્થળો પર હેરત અંગેજ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન ગજરાજ અને અશ્વની શાહી સવારી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
માં અંબાના શહેરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
રાધાકૃષ્મ મંદિરે પૂજા-અર્ચના કરી ૨૭મી રથયાત્રા પ્રસ્થાન કરાઈ હતી

યાત્રાધામ અંબાજીમાં આજે અષાઢી બીજન ાપાવન પર્વ નિમિત્તે ૨૭મી ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ભારે આનંદ, ઉલ્લાસ સાથે મહાપર્વને મનાવવામાં આવ્યો હતો.
આજે અષાઢી બીજ હોઈ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે મનસરોવર પાસે આજે શ્રી રાધાકૃષ્મ મંદિરેથી પૂજા-અર્ચના કરી ફૂલોના વરસાદ વરસાવી ૨૭મી રથયાત્રાને પ્રસ્થન કર્યું હતું. સમગ્ર રથયાત્રા અંબાજીના મુખ્ય બજારોમાં ફરી મહાદેવીયાવાલી ધર્મશાળામાં ભોજનરૃપી પ્રસાદ લીધા બાદ આ રથયાત્રા આગળ ધપી હતી. શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા દર વર્ષે આ રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામં ભક્તજનો જોડાઈ જગતના નાથ ભગવાન જગન્નાથજીના નારાઓ લગાવી મહાપર્વને ધામધુમથી મનાવવામાં આવ્યો હતો અને સાંજના સમયે આ રથયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી. સમગ્ર રથયાત્રા દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XPGGeN
No comments:
Post a Comment