અમેરિકાના ડલાસ એરપોર્ટમાં ટેકઓફ વખતે વિમાન તૂટી પડતાં 10નાં મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 July 2019

અમેરિકાના ડલાસ એરપોર્ટમાં ટેકઓફ વખતે વિમાન તૂટી પડતાં 10નાં મોત


નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટીની ટીમે તપાસ શરૂ કરી

ડલાસ, તા.1 જુલાઇ, 2019, સોમવાર

અમેરિકાના ટેક્સાસમાં નાનકડું ખાનગી વિમાન ટેકઓફ વખતે તૂટી પડતા તમામ ૧૦ મુસાફરોના મોત થયા હતા. ટેકઓફ વખતે કાબુ ગુમાવી દેતા વિમાન હેંગર સાથે અથડાયું હતું અને તુરંત આગ લાગી ગઈ હતી. આગમાંથી એક પણ મુસાફરને બહાર કાઢી શકાયા ન હતા.

અમેરિકના ટેક્સાસમાં આવેલા ડલાસમાં ટેકઓફ વખતે એરપોર્ટમાં જ એક વિમાન તૂટી પડયું હતું. કોઈક કારણોસર પાયલટે કાબુ ગુમાવ્યો હતો અને વિમાન એરપોર્ટના હેંગર સાથે ટકરાયું હતું. આ અથડામણથી બીચક્રાફ્ટ બીઈ-૩૫૦ કિંગ વિમાનમાં તુરંત ભયાનક આગ ફાટી નીકળી હતી. બચાવની કામગીરી શરૂ થાય એ પહેલાં તો નાનકડું વિમાન ભડકે બળવા લાગ્યું હતું.

આ આગ અને અથડામણના કારણે વિમાનમાં સવાર તમામ ૧૦ લોકોના મોત થયા હતા. ડલાસ શહેરના પ્રવક્તા મેરી રોસેનલેથે આ અંગેની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે વિમાન તૂટી પડયાની તપાસ હાથ ધરવામાં આવી છે.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી વિભાગની ટીમ પણ તપાસ કરવા માટે પહોંચી હતી. વિમાન બળીને ખાક થઈ ચૂક્યું છે એટલે કારણ જાણવું અઘરૂં થઈ પડશે, પરંતુ એન્જિન ફેઈલ થયું હોવાની પૂરી શક્યતા છે, એવું એવિએશન વિભાગે જણાવ્યું હતું.

વિમાનમાં પાયલટ અને એક સહાયક ઉપરાંત આઠ મુસાફરો હતા. એરપોર્ટ ઓથોરિટીએ ઓળખની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સ્મોલ વિમાન શિકાગોની ચાર્ટર કંપનીનું હતું. એ કંપનીની માલિકી થોડા સમય પહેલાં જ બદલાઈ હોવાનું પણ એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કર્યું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RNkbSo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages