પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ફરીદકોટમાંથી ઝડપાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 July 2019

પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ફરીદકોટમાંથી ઝડપાયો


ફરીદકોટ, તા.1 જુલાઇ, 2019, સોમવાર

પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે કથિત જાસૂસી કરતી એક વ્યક્તિની પંજાબના ફરીદ કોટમાં અટક કરાઈ છે. મોગા જિલ્લાના ધરમકોટનો વતની અને ફરીદકોટના સેખોન નગરમાં રહેતો સુખવિન્દર સિંઘ નામના આ શખ્સની ગત શનિવારે મોડી રાત્રે અટક કરાઈ હતી. પોલીસે લાહોરના જાવેદ મલિક અને અલીરજા નામના બે પાકિસ્તાનીઓને પણ  ઝડપી લીધા છે.

નાયબ પોલીસ અધીક્ષકના નેતૃત્વમાં ફરીદકોટ પોલીસની ટુકડીએ સુખવિન્દરને ફરીદકોટના લશ્કરી વિસ્તારનાં એરફોર્સ ગ્રાઉન્ડ પાસેથી ઝડપી લીધો હતો. એની પાસેથી પ્રતિબંધિત વિસ્તારના હાથે બનાવેલા નકશા અને ભારતીય લશ્કરના હથિયારો વિષેની માહિતી જપ્ત કરાયા હતા.

સુખવિન્દર સિંઘ પાકિસ્તાનનો  ઈન્ફોર્મર હોવાની અને એ દેશના લશ્કર વિષેની મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાની એજન્સીઓને પૂરી પાડતો હોવાની માહિતી   પોલીસને મળતાં જાસૂસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા.

સુખવિન્દર અને પાકિસ્તાની નાગરિકોને ઓફિશ્યલ સિક્રેટસ્ એકટ અને ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૦-બી અંતર્ગત ઝડપી લેવાયા છે. આરોપીને ડયુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા પછી એને તા.૫ જુલાઈ સુધી જેલમાં ધકેલી દેવાયો છે. પોલીસ પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીની પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથેની કડીઓ વિષે તપાસ કરશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XF3ayZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages