રાજકોટમાં કિશોરી પર ગેંગરેપનાં બંને આરોપી જામનગરથી ઝડપાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

રાજકોટમાં કિશોરી પર ગેંગરેપનાં બંને આરોપી જામનગરથી ઝડપાયા


રાજકોટ, તા.27 જૂન 2019, ગુરૂવાર

શહેરમાં કિશોર વયનાં પ્રેમીને શોધવા નિકળેલી એક કિશોરીને તેનાં પ્રેમી સાથે મળાવી દેવાની લાલચ આપી તેની ઉપર વારાફરતી ગેંગરેપ ગુજારનાર બે આરોપીઓની પોલીસે ઓળખ મેળવી જામનગરથી ધરપકડ કરી હતી. આ ઉપરાંત કિશોરીનાં પ્રેમીએ તેની સાથે અડપલાં કર્યાનું ખુલતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર કિશોરી ઉપર બે દિવસમાં ત્રણ શખ્સોએ રેપ કર્યો હતો. જેમાંથી રિક્ષા ચાલક વિજય મોહન શાવરાને આ અગાઉ ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધો હતો. ત્યારબાદ કિશોરીનો પ્રેમી કે જે સગીર વયનો છે તેણે અડપલાં કર્યાનું ખુલતા ગઈકાલે તેની પણ ધરપકડ કરાયલ જયારે ગેંગરેપ ગુજારનાર બે આરોપીઓનાં ગોપાલ અને જયેશ એવા ટુંકા નામો મળ્યા હતાં. જેના આધારે પીએસઆઈ એમ.વી. રબારી અને જે.પી. મેવાડા, ગિરીરાજસિંહ સહિતનાં સ્ટાફે તપાસ આગળ ધપાવી બંને આરોપીઓને પૂરા, નામ, સરનામા મેળવી લીધા હતાં. બંને આરોપીઓ પોતાનાં ઘરે નહીં મળતાં અને જામનગર હોવાનું ખુલતા ત્યાંથી ગઈકાલે રાત્રે બંનેને ઝઢપી લીધા હતાં. ગોપાલ નરશીભાઈ ઢાપા (ઉ.વ.૨૨), અને જયેશ જયંતિ બારૈયા (ઉ.વ.૨૨, રહે. બંને ચુનારાવાડ ચોક, શિવાજી નગર)નો સમાવેશ થાય છે.

ભોગ બનનાર કિશોરી, તેનાં પ્રેમીને શોધવા સંતકબીર રોડ પર ગઈ હતી. જયાં તેનો પ્રેમી તો મળ્યો ન હતો તેનાં બદલે આરોપીઓ ગોપાલ અને જયેશનો  ભેટો થઈ ગયો હતો. જેમણે તેને તેનાં પ્રેમીને ઓળખતાં હોવાનું અને તે બંગડીનાં કારખાનામાં નોકરી કરતો હોવાનું જણાવી તેની સાથે મળાવી દેવાને બહાને બૂલેટ પર લઈ ગયા હતાં.

ત્યારબાદ ગ્રીન લેન્ડ ચોકડી પોસેથી એક કારમાં લઈ જઈ બંને આરોપીઓએ ભોગ બનનાર કિશોરીને વારાફરતી હવસનો શિકાર બનાવી તેને નવાબસ સ્ટેન્ડ મૂકી ગયા હતાં. જ્યાંથી રિક્ષા ચાલક વિજયે ભોગ બનનારને બોલાવી આજી ડેમ લઈ જઈ તે વિસ્તારમાં દૂષ્કર્મ ગુજાર્યું હતું. 

બંંને આરોપીઓનાં ટુંકા નામો જણાવતાં પોલીસ ઓળખ મેળવવા મથતી હતી. ત્યાં ગઈકાલે જયેશ નામનાં આરોપીનું નામ, સરનામું મળતાં તેનાં ઘરે પોલીસ ગઈ હતી. ત્યારે જયેશ તો મળ્યો ન હતો. થોડી વાર પછી જયેશે ખુદ પોલીસને કોલ કરી કહ્યું કે તે જયેશ હું નથી બીજો છે તેમ કહી તેણે સાચા આરોપીનું પુરૂ નામ સરનામું પોલીસને જણાવતાં પોલીસ આરોપી જયેશનાં ઘરે પહોંચી હતી ત્યારે તેનાં માતા પિતાનો જયેશ સાથે કોલ આવ્યો હતો. 

જેમાં બંને તેને કહી રહ્યા હતાં કે અખબારમાં હજુ તમારા પૂરા નામ નહીં ટુંકા નામો જ આવે છે. જેથી પોલીસે અંદર ધસી જઈ મોબાઈલનાં આધારે લોકેશન મેળવતા જામનગરનું મળતાં ત્યાં જઈ બંને આરોપીઓને ઝડપી લીધા હતાં. પોલીસે જણાવ્યું કે આરોપી જયેશ વિરુધ્ધ આ અગાઉ થોરાળા પોલીસમાં અપહરણ, રેપનો ગુનો નોંધાયો હતો જેમાં ભોગ બનનાર સાથે બાદમાં તેનાં લગ્ન થઈ ગયા હતાં, આમ છતાં તેણે વધુ એક  કિશોરીને ભોગ બનાવી હતી. પોલીસે હવે ગુનામાં વપરાયેલું બુલેટ અને કાર કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/320idmu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages