વેરાવળમાં ચર્ચિત પાણી સપ્લાય કૌભાંડમાં રેલવેનો કોન્ટ્રાકટ બે કરોડથી વધુનો હતો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

વેરાવળમાં ચર્ચિત પાણી સપ્લાય કૌભાંડમાં રેલવેનો કોન્ટ્રાકટ બે કરોડથી વધુનો હતો

- નગરપાલિકા અને રેલેવે પાસે મગાતી માહિતી : ગેરકાયદે નખાયેલી પાઈપ લીધી રેલવેની હદમાં, અન્યોની પણ સંડોવણી


વેરાવળ, તા.27 જૂન 2019, ગુરૂવાર

હિરણ ડેમમાંથી શહેરમાં પીવાનું પાણી પહોંચાડતી વેરાવળ નગરપાલિકાની પાઈપ લાઈનમાં ભંગાણ કરી રેલ્વેમાં મીઠુ પાણી બારોબાર પહોંચાડનાર કોન્ટ્રાકટર  અને તેનો માણસ બંને સામે ગુનો નોંધાયા બાદ બંને આરોપીઓ પોલીસમાં હાજર થતા અને કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા બંનેને જેલ હવાલે કરાયા છે.  પાંચ માસમાં  આ બંનેએ નગરપાલિકાનું અંદાજે રૂા.૬૦ લાખનું પાણી ચોરી રેલવેમાં પહોંચાડી દીધુ હતું.રેલવે સાથેનો  પાણીનો કોન્ટ્રાકટ બે વર્ષનો અને  બે કરોડથી વધુનો હોવાનું ખુલ્યુ છે. આથી અન્યોની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાની શંકા છે.

તાલાલા રોડ રેલ્વે ફાટક નજીક ત્રણની લાઈનનું કનેકશન બારોબાર લઈ ડીઝલ એન્જીન ફીટ કરીને રેલ્વેનો કોન્ટ્રાકટ ધરાવતા અને રાજકોટ રહેતા સુરૂભા શીવુભા જાડેજા પાંચ માસથી દરરોજ લાખો લીટર પાણી ચોરતો હતો. તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાયેલ હતી. જેથી સુરૂભા શિવુભા જાડેજા (રહે. રાજકોટ)અને તેનો કર્મચારી ભાવેશ જીવરાજ ડાભી(રહે. વેરાવળ) બન્ને પોલીસમાં હાજર થતાં પોલીસે ત્રણ દિવસના રીમાન્ડની માંગણી કરી કોર્ટમાં રજુ કરેલ હતા પણ કોર્ટે રીમાન્ડ ન આપતા જેલ હવાલે કરાયેલ છે.

ઈન્ચાર્જ પી.આઈ.બી.એન. મોઢવાડીયાએ જણાવેલ હતું કે બન્ને આરોપીઓ સામે ૧૨૦ બી, ૪૦૯ની કલમનો ઉમેરો કરાયેલ છે અને તેના મજબુત પુરાવા મેળવવા માટે પાલિકા રેલ્વે પાસે માહિતી માંગવામાં આવેલ છે ત્યાર બાદ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. 

રેલ્વે અધિકારીએ જણાવેલ હતું કે બે વર્ષનો કોન્ટ્રાકટ આપેલ હતો. પાણી  દરેક જગ્યાએ પહોંચાડવાનું હતું. આ અંગે રેલ્વે દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. 

જાણવા મળતી વિગત મુજબ કૌભાંડ આચરવા ગોઠવાયેલી પાઈપ લાઈન રેલ્વેની હદમાં પણ આવેલ હોય કોને પરવાનગી આપેલ છે તેવો સવાલ ઉઠયો છે. તેમજ પોલીસ રેલ્વે અધિકારીઓને પણ આનો રીપોર્ટ આપવાનો હોય છે. તેમાં બેદરકારી બહાર આવેલ છે. તેથી અનેકની સંડોવણી હોય તેવું છડેચોક ચર્ચાય રહેલ છે. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ylk7vI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages