દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ટચૂકડા પડદા પર એક રીયાલિટી શોનો હિસ્સો બને તેવી શક્યતા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ટચૂકડા પડદા પર એક રીયાલિટી શોનો હિસ્સો બને તેવી શક્યતા


મુંબઇ,તા. 29 જૂન 2019, શનિવાર

ડાન્સના એક રિયાલિટી શોની નવમી સીઝનને  સલમાન ખાન નિર્માણ કરવાનો છે તેવી ચર્ચા થઇ રહી છે. આ શોમાં રિયલ અને એક્સ કપલ સ્પર્ધક તરીકે જોવા મળશે.હવે ચર્ચા એ છે કે, પહેલા એપિસોડમાં ફિલ્મ જગતની મોસ્ટ ફેવરિટ જોડી દીપિકા પદુકોણ અને રણવીર સિંહ નજરે ચડશે.

સૂત્રોની વાત માનીએ તો આ રિયાલિટી શોના પહેલા એપિસોડ માટે દીપિકા અને રણવીરનો સંપર્ક કરવામાં આવ્યો છે. શોના નિર્માતા અને તેની ટીમ આ જોડી સાથે આ બાબતે પ્રાથમિક વાટાઘાટ પણ કરી ચુકી છે. હાલ આ જોડી ફિલ્મ '૮૩'ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી આ ઓફર સ્વીકારવી કે નહીં તેનો વિચાર કરી રહી છે. 

દીપિકા અને રણવીર પોતાની આવનારી ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢી  શકે તો જ આ શક્ય થાય એમ છે. અત્યાર સુધીમાં નિર્ણાયક તરીકે રવિના ટંડનનું નામ ફાઇનલ થઇ ગયું છે. આ શોના પ્રથમ એપિસોડમાં રણવીર અને દીપિકા નિર્ણાયક તરીકે પણ જોવા મળે તેવી ચર્ચા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xibLsI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages