કેટરિના કૈફને ઇંગ્લિશ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

કેટરિના કૈફને ઇંગ્લિશ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા


મુંબઇ,તા. 29 જૂન 2019, શનિવાર

પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ  પછી હવે કેટરિના કૈફ અંગ્રેજી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા થઇ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર કામ કરવાનો તેણે નિર્ણય લઇ લીધો છે. અભિનેત્રી હોલીવૂડની  ફિલ્મોની સ્ક્રિપ્ટસ  વાંચી રહી છે, જેમાંથી તેન ેએક પસંદ પડી હોવાનું કહેવાય છે. 

એક ઓનલાઇન રિપોર્ટના અનુસાર, કેટરિના  એ હાલએક અંગ્રેજી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ હોલીવૂડની ફિલ્મમાં કામ કરવાનું મન કર્યું છે. તેને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી પસંદ પડી છે. થોડા દિવસો પહેલા એવી પણ વાત આવી હતી કે, કેટરિનાએ પોતાની અમેરિકાની ટુર દરમિયાન ફોક્સ સ્ટૂડિયોસના બોસ સાથે પણ મુલાકાત કરી હતી. કહેવાય છે કે, તે 'અવેન્જર્સ' સ્ટાર જર્મી રેનર સાથે હોલીવૂડની એક ફિલ્મમાં કામ કરશે. 

કેટરિનાએ બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને હવે તે હોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કરવા ઉત્સાહિત છે. અભિનેત્રી અભિનય સિવાય નિર્માણક્ષેત્રમાં પણ ઝંપલાવવાની ઇચ્છા છે. જોકે બોલીવૂડમાં તેને સલમાન ખાનનો મોટો સ્પોર્ટ છે. સલમાન કેટરિના માટે ફિલ્મો મેળવવાના  સતત પ્રયાસ કરતો હોય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lsc3pm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages