શાહરૂખ ખાનની કારકિર્દીને ફરી પાટે ચડાવવા બોલીવૂડના માંધાતાઓ મેદાનમાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

શાહરૂખ ખાનની કારકિર્દીને ફરી પાટે ચડાવવા બોલીવૂડના માંધાતાઓ મેદાનમાં


મુંબઇ,તા. 29 જૂન 2019, શનિવાર

હમણાં શાહરૂખ ખાનની કારકિર્દી પાટા પરથી ઊતરી ગઇ છે. તે બહુ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળતાને વરી છે. તેથી હાલ તે કોઇ નવી ફિલ્મ સાઇન કરવાના મુડમાં નથી. પરંતુ આદિત્ય ચોપરા અને રાજ કુમાર હીરાણી શાહરૂખ માટે ફિલ્મ બનાવાનો વિચાર કરી રહ્યા છે. 

શાહરૂખ હાવ દુવિધાના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તેને કેવી ફિલ્મો સાઇન કરવી તે સમજ પડતી નથી. તે રોમેન્ટિક હીરો ગણાતો હતો અને દર્શકોને પસંદ પણ હતો. પરંતુ તેની છેલ્લી રોમેન્ટિક ફિલ્મોને  બોક્સ ઓફિસ પર ઘોર પછડાટ સાંપડી છે. તેથી શાહરૂખનો આત્મવિશ્વાસ હાલ ડગમગી ગયો છે. શાહરૂખ હાલ કાંઇ નવું કરવાનું સાહસ કરવાની હિંમત ખેડતો નથી. 

તેની આવી સ્થિતિમાં તેનો આત્મવિશ્વાસ પાછો લાવવા બે ફિલ્મસર્જક તેના માટે પ્રોજેક્ટ બનાવે તેવી શક્યતા છે. આદિત્ય ચોપરાઅને શાહરૂખ સારા મિત્રો મનાય છે.હવે આદિત્ય શાહરૂખને લઇને 'ધૂમ  ચાર'ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ નેગેટિવ રોલમાં જોવા મળશે. 'ધૂમ' સીરિઝના પ્રત્યેક મણકામાં વિલન બદલાઇ  જાય છે.

જોન અબ્રાહમ, હૃતિક રોશન અને આમિર ખાન આ સીરિઝની ફિલ્મનો હિસ્સો બની ચુક્યા છે. હવે શાહરૂખનો વારો છે. તેથી તે કદાચ આ ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે અને આ જ ફિલ્મ તેની કારકિર્દી પાટે ચડાવમાં પણ ઉપયોગી થશે. 

રાજકુમાર હીરાણી શાહરૂખની રોમેન્ટિક ઇમેજનો લાભ ઉઠાવાવ માંગે છે. તે તેની સાથે એક રોમેન્ટિક ફિલ્મ ૂબનાવવા માંગે છે. હિરાણીને લાંબા સમયથી શાહરૂખ સાથે કામ કરવાની ઇચ્છા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LtikRF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages