ભાન્ડુ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા હલ્લાબોલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

ભાન્ડુ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા હલ્લાબોલ

મહેસાણા,તા.27 જૂન 2019, ગુરૂવાર

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે આવેલ નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ બુધવારે હોસ્ટેલમાં આવેલ પોતાના રૃમના પંખે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેના વિદ્યાર્થીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અને ગુરુવારે નર્સીંગ કોલેજમાં વિદ્યાર્થી સંગઠનોના હોદ્દેદારો અને છાત્રોએ સંચાલકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરીને હોબાળો મચાવ્યો હતો.


તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ સુંદરપુરમાં રહેતા ભરતભાઈ કોંકણીની દિકરી સંધ્યા (વર્ષ ૧૯) વિસનગર તાલુકાના ભાન્ડુ ગામમાં આવેલ જોઈતીબા કોલેજ ઓફ નર્સીંગમાં બીજા વર્ષમાં અભ્યાસકરતી હતી. તેણી બુધવારના રોજ સવારે રોજિંદા ક્રમ પ્રમાણે કોલેજ કેમ્પસમાં જ આવેલ હોસ્ટેલ રૃમમાંથી કોલેજ ગઈ હતી. ત્યારબાદ રીસેષ પછી સંધ્યા પરત કોલેજમાં ન દેખાતા તેની બહેનપણીઓએ હોસ્ટેલમાં તપાસ કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે વિસનગર તાલુકા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી હતી.


જોકે, હજુસુધી સંધ્યાએ કરેલ આપઘાત અંગે સચોટ વિગતો જાણવા ન મળતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર પોલીસ આધાર રાખી રહી છે. બીજી તરફ મૃતક વિદ્યાર્થિનીના પિતાએ ફી ભરવાના મામલે હેરાનગતી કરવામાં આવતાં તેણીએ આ અંતિમ પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. દરમિયાન ગુરુવારે આ ઘટનાના પ્રત્યાઘાતરૃપે એનએસયુઆઈ અને એબીવીપી જેવા વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો અને છાત્રોએ ભાન્ડુ નર્સીંગ કોલેજમાં પહોંચી હંગામો મચાવ્યો હતો. સંચાલકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરીને વાતાવરણ ગજવી મુક્યું હતું. જ્યારે આવેદનપત્ર આપી જવાબદારો સામે પગલા લઈ સંધ્યાના પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે.

ફી માટે હેરાનગતી થતી હોવાના પિતાના આક્ષેપ

પોતાની વ્હાલસોયી દિકરીને ગુમાવનાર સંધ્યાના પિતા ભરતભાઈ કોંકણીએ વિસનગર તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા પ્રમાણે ફી માટે વારંવાર હેરાનગતી કરવામાં આવતી હોવાનું ફોન ુપર તેણીએ જણાવ્યું હતું. તે કારણે જ પોતાની દિકરીએ અંતિમ પગલું ભર્યું હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે.

સંધ્યાની કોલેજ ફી જમા થઈ ગઈ છેઃ પ્રિન્સીપાલ

ભાન્ડુ નર્સીંગ કોલેજના પ્રિન્સીપાલ ડાયાલાલ પાટીદારે આ ઘટના અંગે જણાવ્યું હતું કે સંધ્યાની કોલેજ ફી જમા થઈ ચુકી હતી. જ્યારે ૪ જૂન સુધી પરિક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોવાથી તેને આ મામલે ટોર્ચર કરવાનો કોઈ મામલો જ નથી. માત્ર તેણીના ત્રણ માસનું ફૂડબીલના રૃ.૫ હજાર ભરવાના બાકી હતી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCwnk7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages