મહેસાણા પોલીસ પર હુમલોઃ આરોપીઓના ત્રણ દિ'ના રિમાન્ડ મંજૂર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

મહેસાણા પોલીસ પર હુમલોઃ આરોપીઓના ત્રણ દિ'ના રિમાન્ડ મંજૂર

મહેસાણા, તા. 27 જૂન 2019, ગુરૂવાર

મહેસાણાના ટીબી રોડ  પર વિદેશી દારૃ પકડવા ગયેલી પોલીસની ટીમ બુધવારે કુખ્યાત બુટલેગર અને તેના સમર્થકોએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં એક મહિલા કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી. આ કેસમાં ૩૦ વ્યક્તિઓ સામે ગુનો નોંધી પોલીસે ૧૪ આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા અદાલતે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


મહેસાણા બી ડિવિઝન પોલીસની ટીમ બુધવારે ટ્રાફિકની કામગીરીમાં હતા તે વખતે બાતમી મળી હતી કે  શહેરના ટીબી રોડ પર છાપરા વિસ્તારમાં રહેતો બુટલેગર કનુજી વિહાજી ઠાકોર અને તેના સાગરીતો તેલકૂવાના વરંડા પાસે દારૃના જથ્થાનું કટીંગ કરી રહ્યા છે જેથી પોલીસ કાફલાએ દારૃ પકડવા ટીબી રોડ પર રેડ કરી હતી. પોલીસને જોઈ ઉશ્કેરાઈ ગયેલા બુટલેગર અને તેના સાગરીતોએ એકાએક પથ્થરમારો કર્યો હતો. વળી સ્ત્રીઓ સાથે ૩૦ જેટલા લોકોનું ટોળું ધારિયા અને લાકડીઓ જેવા હથિયારો ધારણ કરી આવી પહોંચતા પોલીસવાળાઓને પતાવી દો ની બુમો પાડી હુમલો કર્યો હતો. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે મામલો વણસતા ઘટનાસ્થળે નાયબ પોલીસ અધિક્ષક મંજિતા વણઝારા સહિત અન્ય પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પથ્થરમારામાં પોલીસના ખાનગી વાહનોના કાચ પણ ફુટી ગયા હતા. આ ઘટનામાં પોલીસે ૧૪ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી છુટેલા મુખ્ય સુત્રધાર કનુ ઠાકોર સહિત ૧૬ જેટલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દરમિયાન પોલીસ હુમલામાં ઝડપાયેલા આરોપીઓને ગુરુવારે મહેસાણાની ચીફ જ્યુ. તથા જજ એમ.વી. બાજપાઈની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. અદાલતે આરોપીઓના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

ઘટનાસ્થળેથી શું કબજે લીધું

ટીબી રોડ પર બુટલેગર અને તેના સમર્થકો દ્વારા કરાયેલા હુમલા બાદ પોલીસે ઘટનાસ્થળ ઉપરથી વિદેશી દારૃનો જથ્થો ભરેલ કાર અને મોટરસાયકલ કબજે લીધી હતી. જોકે દારૃ કટીંગમાં ઉપયોગમાં લેવાયેલ બે સ્કુટર  ફરાર આરોપીઓ સાથે લઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓના નામ

યોગેશ ભારથી- હેડ કોન્સ્ટેબલ

દિનેશભાઈ - પો. કોન્સ્ટેબલ

શિલ્પાબેન- વુમન પો. કોન્સ્ટેબલ

જયેશકુમાર- પો. કોન્સ્ટેબલ

પોલીસ પર હુમલો કરનાર ફરાર આરોપીઓ

(૧)કનુ વિહાજી ઠાકોર

(૨)રોહિત કનુજી ઠાકોર

(૩) દિપક શકરાજી ઠાકોર

(૪) નરેશ ઉર્ફે બોઘો બાબુજી ઠાકોર

(૫) ગોવિંદ ઉર્ફે કાળાજી ઠાકોર

(૬) અજય ભરતજી ઠાકોર

(૭) અરવિંદ ઉર્ફે લાલો ઠાકોર

(૮) જીતુજી શકરાજી ઠાકોર

(૯) પ્રભાત ઉર્ફે લાલો ભવાનજી ઠાકોર

(૧૦) દિપક શકરાજી ઠાકોર

(૧૧) નરેશ ઉર્ફે ભોલો બાબુજી ઠાકોર

(૧૨) ગોવિંદ ઉર્ફે કાળાજી ઠાકોર

(૧૩) અજય ભરતજી ઠાકોર

(૧૪) સુનિલ શકરાજી ઠાકોર

(૧૫) ભવાન ખોડાજી ઠાકોર

(૧૬) વિજય ઠાકોર

પોલીસ હુમલા કેસમાં ઝડપાયેલા આરોપીઓ

(૧) અજયજી ભરતજી ઠાકોર

(૨) આકાશ ઉર્ફે પ્રકાશ ગોવાજી ઠાકોર

(૩) અમરતજી ઉર્ફે બકાજી વિરાજી ઠાકોર

(૪) વિષ્ણુજી ઉર્ફે વેતીયો કુવરજી ઠાકોર

(૫) દિલીપજી ગોવાજી ઠાકોર

(૬) અશોકજી ગોવિંદજી ઠાકોર

(૭) વિજયજી રામાજી ઠાકોર

(૮) આકાશ છનાજી  ઠાકોર

(૯) નેહાબેન કનુજી  ઠાકોર

(૧૦) મધુબેન કનુજી ઠાકોર

(૧૧) ગીતાબેન વિનુજી ઠાકોર

(૧૨) કલીબે નગોવાજી ઠાકોર

(૧૩) નીતાબેન વિનુજી ઠાકોર

(૧૪) કૃપાલી આકાશજી ઠાકોર



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yi9WrE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages