મુંબઇના સરોવરોમાં સારો વરસાદઃહજારો લીટર નવું પાણી આવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

મુંબઇના સરોવરોમાં સારો વરસાદઃહજારો લીટર નવું પાણી આવ્યું


મુંબઇ, તા.29 જૂન 2019, શનિવાર

મુંબઇ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયમાં ગત બે દિવસમાં વરસેલા મૂશળધાર વરસાદને લીધે જળાશયમાં ૧૪ હજાર મિલિયન લીટર નવા પાણીની આવક જળાશયોમાં થઇ હોવાનું પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું.

શુક્રવારે વરસેલા વરસાદમાં સાતેય જળાશય મળીને કુલ નવ હજાર મિલિયન લીટર પાણીની આવક થઇ હતી. એમાંથી આશરે ચાર હજાર મિલિયન લીટર પાણીનું વિતરણ કર્યા બાદ શનિવારે સવારે ૬ વાગ્યા સુધી જળાશયોમાં કુલ મળીને ૭૬૮૩૩  મિલિયન લીટર જમા  હતું. જ્યારે શુક્રવાર સવારે જળાશયોમાં ૭૧૦૧૭ મિલિયન લીટર પાણી જમા હતું. આથી જળાશયમાં ૫૮૧૬ મિલિયન લીટર પાણી વધુ જમા છે.

બુધવારે જળાશયોમાં કુલ મળીને ૭૩૦૭૮૪ મિલિયન લીટર પાણી હતું અને ઘટીને ગુરુવારે સવારે ૬ વાગ્યે જળાશયમાં ૭૧૦૫૭૪ મિલિયન લીટર પાણી જમા હતું. પરંતુ ગુરુવારે જળાશયોમાં સારો વરસાદ પડતાં પાંચ હજાર મિલિયન લીટર નવા પાણીની આવક થઇ હતી. જેમાં ચાર હજાર મિલિયન લીટર પાણી વિતરણ કરતાં શુક્રવારે સવારે ૭૧૦૧૭૧ મિલિયન લીટર પાણી જમા થયું હતું. આમ બે દિવસમાં આશરે ૧૪ હજાર મિલિયન લીટર જળાશયોમાં પાણી જમા થયું હતું. 

જો કે આજે પણ જળાશયોમાં સારો વરસાદ વરસ્યો હતો. શનિવારે તાનસામાં ૬૮ મિ.મિ., મોડકસાગરમાં ૬૦ મિ.મિ., મિડલ વૈતરમામાં ૨૬ મિ.મિ. તાનસામાં ૧૧૯.૪૩ મિ.મિ. વરસાદ વરસ્યો હતો. એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. 

શુક્રવારના વરસાદને કારણે મુંબઇ એરપોર્ટની કામગીરી ખોરવાઇ

૪૫૦ વિલંબ, બે રદ, બે ગો અરાઉન્ડ

શુક્રવારે મુંબઇમાં પડેલા પહેલા મૂશળધાર વરસાદને કારણે મુંબઇ એરપોર્ટ પર ૪૫૦ ફ્લાઇટોના આવાગમનમાં વિલંબ સર્જાયો હતો જ્યારે બે ઉડયન રદ કરવા પડયા હતા. મુંબઇની ઉપડતી ફ્લાઇટ સરેરાશ ૪૦ મિનિટ મોડી હતી જ્યારે અરાઇવલ લોન્જમાં ૩૦ મિનિટ મોડુ થયું હતું. 

જો કે એરપોર્ટના પ્રવક્તાએ પરિસિૃથતિ સામાન્ય હોવાનો દાવો કર્યો હતો. સવારે નવ વાગે દિલ્હીથી આવતી એક ફ્લાઇટ મુંબઇ ન લવાતા એને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી.

એરપોર્ટ પર દ્રષ્ટિગોચરતા ધૂંધળી હોવાને કારણે એપ્રિન એરીયા અને ટેક્સી વે પર ભીડ હતી. ભીડને કારણે બે ફ્લાઇટોએ ગો અરાઉન્ડની પ્રોસીજર પર્ફોર્મ કરવી પડી હતી. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RJZ8Af

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages