ડાકોર મંદિર પાસે ઉપવાસ પર બેઠેલા ચાર કર્મચારીઓની તબિયત લથડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

ડાકોર મંદિર પાસે ઉપવાસ પર બેઠેલા ચાર કર્મચારીઓની તબિયત લથડી


ડાકોર. તા.29 જૂન 2019, શનિવાર

સુપ્રસિધ્ધ યાત્રાઘામ ડાકોર મંદિર ખાતે ઉપવાસ પર બેઠેલા ચાર કર્મીઓની તબિયત બગડતા તેમને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ડાકોર મંદિરના ઇન્ચાર્જ મેનેજરે બાંયધરી આપતા અમૂલ ડેરીના ચેરમેને પારણા કરાવતા આંદોલન સમેટાઈ ગયું હતું. 

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા રણછોડસેનાના કર્મચારીઓ પોતાની માંગણીઓ ન સંતોષાતા છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ પર બેઠા છે. તેઓની રજૂઆત છે કે ૨૫ વર્ષ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા રણછોડ સેનાના કર્મચારીઓને કાયમી કરવામાં આવે, કાયમી કર્મચારીઓને જે લાભ આપવામાં આવે છે તે રણછોડસેનાને આપવામાં આવે, ૧૯૯૪ થી આજ સુધીનો જે તફાવત હોય તે કાયમ કરી આપવો, રજા પગાર આપવો, ૧૯૯૪ થી આજ સુધી જે લાભ કાયમી કર્મચારીઓને મળતા હોય તે લાભ રણછોડસેનાને આપવામાં આવે. તેમજ ૨૦૧૩-૧૪ના કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે.


પરંતુ ૧૯૯૪ થી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી.તેવા ગંભીર આક્ષેપો સાથે ૧૪ થી રણછોડસેનાના કર્મચારીઓ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ગતરોજ મોડી રાત્રે રણછોડસેનાના ૪ કર્મચારીઓની તબિયત અત્યંત લથડી હતી.અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જો કે કર્મીઓના આંદોલનને લઈ ડાકોર મંદિરના ઇન્ચાર્જ શૈલેષભાઈ સેવક દ્વારા બાંયધરી અપાતા તેમજ ટ્રસ્ટીઓની બહુમતિથી પ્રશ્નોના નિકાલ કરવાની ખાતરી મળતાં અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે આંદોલનકારીઓને પારણાં કરાવ્યા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IZNKNT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages