ભુજની ભાગોળે ભડલીના દંપતિએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

ભુજની ભાગોળે ભડલીના દંપતિએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

ભુજ,શુક્રવાર

ભુજ શહેરની ભાગોળે આવેલા નાગોર ફાટક પાસે ભડલી ગામના દંપતિએ સજોડે ટ્રેન નીચે ઝંપલાવી દેતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે પોલીસ ઘટના સૃથળે દોડી જઈને તપાસ શરૃ કરી છે.

ભુજ રેલવે સ્ટેશનાથી નાગોર ફાટક વચ્ચેના રેલવે ટ્રેક પર ગત રાત્રિ દરમિયાન બાબુલાલ મુળજીભાઈ છાભૈયા  (ઉ.વ.પપ) અને તેની પત્ની કલ્પનાબેન (ઉ.વ.પ૩)એ ટ્રેન નીચે ઝંપલાવતા ગળા અને પગના ભાગ કપાઈ ગયા હતા. બન્ને મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ માનવ જ્યોત સંસૃથાએ ભુજ બી ડીવીઝન પોલીસને કરતા સૃથળ પર ટીમ પહોંચી ગઈ હતી. હતભાગીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પૂછપછરમાં હતભાગી બાબુલાલ ડાયાબીટીશની બિમારી હતી અને કલ્પનાબેન માનસિક બીમારીથી પીડાતા હતા. બન્ને વડાલી જવાનું કહી ઘરેાથી નીકળ્યા હતા ટ્રેન નીચે ક્યા કારણોસર ઝંપલાવી દીધું હતું તે હજુ જાણી શકાયું નાથી. સયાજીનગરી ટ્રેન હડફેટે આવી ગયા હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યું છે. દંપતિના મોતાથી ભારે ગમગીની છવાઈ ગઈ છે. જ્યારે બન્નેના મૃતદેહને તેમના ગામમાં લઈ જવાયા ત્યારે કરૃણ દ્દશ્યો ખડા થયા હતા.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XlPg5P

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages