ભુજ, શુક્રવાર
ખાનગી શાળાઓમાં ફીમાં ચાલતી ઉઘાડી લૂંટનો મુદ્દો આખા રાજ્યમાં છેલ્લા બે વર્ષાથી વાલીઓમાં રોષનું કેન્દ્ર બન્યો છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું હોવાનો ભારે ઉહાપોહ છે. તેવી સિૃથતિ વચ્ચે કચ્છમાં આ વર્ષે પ્રાથમિક શિક્ષણ પુર્ણ કર્યા બાદ ૪,ર૮૬ બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું બહાર આવ્યું છે.
કચ્છની જિલ્લા શિક્ષણાધકારી કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર કુલ બાળકો પૈકી ૧૧ર૯ બાળકોએ સરકારી અને ૩૧પ૭ બાળકોએ અનુદાનીત હાઈસ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. કચ્છમાં કુલ ૧પ૭ સરકારી હાઈસ્કૂલો છે. તેની સામે ૯પ જેટલી ગ્રાન્ટેડ હાઈસ્કૂલ છે. જ્યારે ૧૮૦ ખાનગી હાઈસ્કૂલો પણ ધમાધમી રહી છે. વાલીઓ હવે સરકારી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવા માટે તૈયાર થઈ રહ્યા છે. મોંઘીદાટ ફીનો બોજ સહન ન કરી શકવાના કારણે તેમજ સરકારી શાળાઓમાં આપવામાં આવતી અદ્યતન સુવિાધાઓ તાથા ક્વોલીફાઈડ શિક્ષકો સહિતના પાસાઓને લઈને બાળકો અભ્યાસ માટે આવવા તૈયાર થયા હોવાનો દાવો કરાયો છે. અલબત, કચ્છમાં ર૩૦૦ જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ છે. જેમાંથી દરવર્ષે ૪૪ હજાર જેટલા બાળકો ધો.૮નો અભ્યાસ પૂર્ણ કરે છે. ગામડાઓમાં પ્રાથમિક શાળા સુાધીના અભ્યાસની વ્યવસૃથા હોય છે. આવા અંતરિયાળ વિસ્તારના ગામડાઓના બાળકોને ફરજીયાત બહાર ગામ અભ્યાસ કરવા માટે જવું પડે છે આૃથવા તો અભ્યાસ છોડવાની નોબત આવે છે. ત્યારે હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણાવવા તૈયાર થયા છે એવા સમયે સરકાર દ્વારા પણ કચ્છમાં વધુમાં વધુ ગામોમાં હાઈસ્કૂલની સુવિાધા ઉભી કરીને શિક્ષકોની ઘટ પુરવામાં આવે તેવી લાગણી શિક્ષણવિદ્દોએ વ્યક્ત કરી છે.
સાત હજાર જેટલા બાળકોએ અભ્યાસ છોડી દીધો!
કચ્છ જિલ્લામાંથી બહાર આવતી અન્ય એક વરવી વાસ્તવિકતા અનુસાર આ વર્ષે જ પ્રાથમિક સુાધીનો અભ્યાસ કર્યા બાદ સાત હજાર જેટલા બાળકો ભણતર છોડી દેવા મજબૂર બન્યા છે! પ્રાથમિક શાળાઓ તો ગામડે ગામડે છે, પરંતુ હાઈસ્કૂલો પુરતી ન હોવાથી અનેક વાલીઓ પોતાના બાળકોને બહાર ગામ અભ્યાસ માટે મોકલવા તૈયાર નાથી. બીજી તરફ કચ્છના પછાત વિસ્તારમાં આજે પણ વાલીઓ દીકરીઓને શાળાએ મોકલતા નાથી. પોતાના ગામમાં હોય એટલું પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ દીકરીઓને ઘરકામમાં જોતરી દેવામાં આવે છે. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર અને હાઈસ્કૂલમાં પ્રવેશ લેનાર બાળકોની સંખ્યાના આંકડાઓ વચ્ચેનો તફાવત ચકાસવામાં આવે તો શિક્ષણનું ગંભીર પાસુ ધ્યાનમાં આવે તેમ છે. જો કે વિકાસના દાવાઓ કરતા નેતાઓને આવી પાયાની અને મહત્વપૂર્ણ બાબતોમાં રસ નાથી.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jh9inN
No comments:
Post a Comment