વિદેશી સ્ત્રી મિત્રએ મોકલેલી ગીફ્ટ મેળવવા લાકડીયાના શિક્ષકે રૃ.૧.૬૮ લાખ ગુમાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

વિદેશી સ્ત્રી મિત્રએ મોકલેલી ગીફ્ટ મેળવવા લાકડીયાના શિક્ષકે રૃ.૧.૬૮ લાખ ગુમાવ્યા

ભુજ,શુક્રવાર

લાલચ બુરી બલા હૈ... તે કહેવત અનુસાર અવારનવાર સોશ્યલ મીડિયામાં લોકો ગમે તે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી બેસતા હોય છે અને હજારો રૃપિયાની રકમ આપી દીધા બાદમાં રોવાનો વખત આવતો હોય છે. આવી જ એક ઘટના કચ્છમાં બનવા પામી છે. ભચાઉ તાલુકાના લાકડીયા ગામે રહેતા શિક્ષકે ભેટ મેળવવાની લ્હાયમાં રૃા.૧,૬૮,પ૦૦ ગુમાવવાનો વખત આવ્યો હતો. 

લાકડીયા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયંતિલાલ ભીમાભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે તેઓને ફેસબુક ઉપર એલીઝાબેાથ બેન્સન નામની યુવતીએ ફ્રેડ રીકવેસ્ટ મોકલાવી હતી. તે આાધારે તેઓએ એક્સેપ્ટ કરી હતી અને વચ્ચે વાતચીત બાદ એક બીજાના વોટ્સ એપ નંબર આપ્યા હતા. યુવતીએ પોતાને નોકરીમાં બઢતી મળી  છે, સગા-સબંધી તાથા તમને ભેટ મોકલવા માંગુ છું, તેવું જણાવીને ભેટ તાથા પાવતીના ફોટા મોકલ્યા હતા. દરમિયાન પવન સિંગ નરેન્દ્રસિંઘ નામની વ્યક્તિએ તેઓને ફોન કરી દિલ્હીથી બોલતો હોવાનું તેમજ તમારી ભેટ આવી ગઈ છે. તે માટે તમારે રૃપિયા મોકલવા પડશે તેવું જણાવ્યું હતું. તેઓએ રૃપિયા ૪૮,પ૦૦ અજય શર્મા નામના વ્યક્તિના ખાતામાં જમા કરાવી નાખ્યા હતા. બીજા દિવસે પવન સિંઘે ફરી ફોન ફરી પાર્સલમાં રપ હજાર પાઉન્ડ હોવાનું કહી તે ગુનો હોવાની ધમકીઓ આપી હતી અને પેનલ્ટી ભરી પાઉન્ડ મેળવી લેવા કહ્યુ હતું. તેઓએ પેનલ્ટીના ૪૯,૦૦૦ તેમજ ૭૧,૦૦૦ જે તે બેંકમાં ભરી નાખ્યા હતા. તેમ છતાં નરેન્દ્રસિંઘે વધુ ૮૮,૦૦૦ માંગતા તેની સાથે છેતરપીંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું અને તમામ વ્યક્તિના ફોન પણ બંધ આવતા તેઓએ લાકડીયા પોલીસ માથકે ફરિયાદ નોંધાવી છે. તેમની સાથે ૧,૬૮,પ૦૦ની ઠગાઈ થઈ હતી.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JbnKOm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages