કન્ટેનરમાં રૂ. 32.50 લાખના દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

કન્ટેનરમાં રૂ. 32.50 લાખના દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા


નડિયાદ, તા.28 જૂન 2019, શુક્રવાર

ખેડા-નડિયાદ એસ.ઓ.જીની ટીમ અને સ્થાનિક ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે અમદાવાદ-વડોદરા  નેશનલ હાઇવે ઉપર કન્ટેનર માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ ભરી તેમજ તે કન્ટેનરનુ પાઇલોટીંગ એક ઇનોવા ગાડી કરી રહી હોવાની બાતમી મળી હતી.

જે અનુસંધાને પોલીસ ટીમે સંધાણા ગામની સીમ ટોલ પ્લાઝા નજીક એક હોટલ પાસે વાંેચ ગોઠવી હતી.તે સમયે બાતમી આધારિત એક ઇનોવા ગાડી પસાર થતા તેને ઉભી રાખવામાં આવી હતી,અને થોડીવાર બાદ બાતમી આધારિત કન્ટેનર પસાર થતા તેને રોકી ઇનોવા અને કન્ટેનરની તલાસી લેવામાં આવી હતી.જ્યારે કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂની બે માર્કાની પેટીઓ નં-(૬૭૭) નાની મોટી બોટલો નં-૨૨, ૪૮૮ કિ. રૂા. ૩૨, ૪૯, ૬૦૦ નો મુદામાલ ઝડપી પાડયો હતો. 


તેમજ કન્ટેનરની કિ. રૂા. ૨૫, ૦૦, ૦૦૦ તેમજ ઇનોવા ગાડીની કિ. રૂા. ૮, ૦૦, ૦૦૦ તથા મોબાઇલ નં-૬ કિ, રૂા. ૫, ૫૦૦ તેમજ ઝડપાયેલા ઇસમોની અંગ ઝડતી કરતા  રોકડ ૬૦૦ એમ મળી કુલ ૬૫, ૫૫, ૭૦૦ નો મુદામાલ ઝડપી પાડયો હતો.જ્યારે નાસીર ઇસરાઇલ ઇબ્રાહીમ ખાન,અઝરૂદીન હકમુદીનગરીબા પઠાણ, પ્રદીપકુમાર અમીલાલ આહીર, રાજકુમાર ઉર્ફે રાજુ ગુરુસીંઘ રામલાલ આહીર ને ઝડપી  પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LrAL9o

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages