મરાઠા અનામત અંગે રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

મરાઠા અનામત અંગે રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરશે


મુંબઇ, તા. 28 જૂન 2019, શુક્રવાર

મુંબઇ હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મરાઠા અનામતને મંજૂરી આપ્યા બાદ હવે આ અનામતના હાઇકોર્ટના ચૂકાદાને પડકારવાની તૈયારી ચાલી રહી છે એટલે જ હવે આ અનામતનો નિર્ણય કાયમ રાખવા માટે રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

બીજી તરફ મરાઠા ક્રાંતી મોરચાના કોઓર્ડિનેટર વિનોદ પાટિલે પહેલા જ સુપ્રિમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી દીધું છે. આ કારણે અનામતના વિરોધી પીટીશન દાખલ કરવામાં આવશે તો સરકારની ભૂમિકા સાંભળ્યા સિવાય સુપ્રિમકોર્ટને નિર્ણય લેવા આવશે નહીં.

મરાઠા અનામત પ્રકરણે હાઇકોર્ટે આપેલા ચૂકાદાને પડકારવામાં તૈયારી અનામત વિરોધીઓએ કરી છે. આ વરસે વિવિધ અભ્યાસક્રમ માટે લેવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં ૧૬ ટકા અનામત રાખવામાં આવ્યું હતું. પણ પછાત વર્ગ પંચના રિપોર્ટમાં ભણવા માટે ૧૨ ટકા અને નોકરી માટે ૧૩ ટકા અનામત હોવાનું હાઇકોર્ટે કહ્યું.

અનામતની ટકાવારી ઓછી થાય તો એનો પરિણામ પ્રવેશ પ્રક્રિયા  ઉપર થઇ શકે એવું લાગે છે. એટલે ૧૬ ટકા અનામત કાયમ રાખવા માટે હાઇકોર્ટે ફેરવિચાર કરવો એવી માગણી રાજ્ય સરકાર કરવાની છે. આ સંદર્ભે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના એડવોકેટ જનરલ તેમજ કાનૂની નિષ્ણાતોની સલાહ પણ લીધી છે.

હાલ રાજ્યમાં અનામત કોને કેટલું છે? :એસસી/એસટી- ૨૦ ટકા, ઓબીસી- ૧૯ ટકા, ભટકા વિમુક્ત ૧૧ ટકા, ઓપન ઇબીસી ૧૦ ટકા, વિશેષ પછાત વર્ગ-૦૨ ટકા મરાઠા ૧૨-૧૩ ટકા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X55awg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages